Vastu Tips: તમારા ઘરમાં વાસ્તુ દોષ છે ? તો અપનાવો આ ઉપાય, દુર થશે વાસ્તુ દોષની અશુભ અસર
Vastu Tips: ઘર અથવા દુકાન કે ઓફિસમાં વાસ્તુ દોષ હોય તો ત્યાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને પ્રગતિ પર ખૂબ વિપરીત અસર પડે છે. ઘણી વખત એવું થાય છે કે ઘર કે ઓફિસમાં કયા દોષના કારણે સમસ્યા થાય છે તેનો ખ્યાલ આવતો નથી. આવી સ્થિતિમાં આ સરળ ઉપાય તમને મદદ કરી શકે છે. વાસ્તુ દોષના કારણે જો તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તેને દુર કરવા માટે તમે ફેંગશુઈનો આ સરળ ઉપાય કરી શકો છો.
Trending Photos
Vastu Tips: વ્યક્તિનું ઘર સુખ-સુવિધાના સાધનોથી ભરપુર હોય, વૈભવી હોય પરંતુ જો ત્યાં રહેતા લોકોના જીવનમાં અને મનમાં શાંતિ ન હોય તો વૈભવી ઘર કંઈ કામનું નથી હોતું. ઘરમાં સતત ક્લેશ અને નકારાત્મક વાતાવરણ વાસ્તુ દોષના કારણે રહે છે. વાસ્તુ અનુસાર જો ઘરનો મુખ્ય દરવાજો, બારીઓ, પાણીની વ્યવસ્થા કે ઘરની અંદરની સજાવટમાં વપરાતી વસ્તુઓ યોગ્ય ન હોય તો તેનાથી ઘરમાં ક્લેશ ઉત્પન્ન થાય છે. એવી ઘણી વસ્તુઓ જેના કારણે ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ઘર અથવા દુકાન કે ઓફિસમાં વાસ્તુ દોષ હોય તો ત્યાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને પ્રગતિ પર ખૂબ વિપરીત અસર પડે છે. ઘણી વખત એવું થાય છે કે ઘર કે ઓફિસમાં કયા દોષના કારણે સમસ્યા થાય છે તેનો ખ્યાલ આવતો નથી. આવી સ્થિતિમાં આ સરળ ઉપાય તમને મદદ કરી શકે છે. વાસ્તુ દોષના કારણે જો તમે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તેને દુર કરવા માટે તમે ફેંગશુઈનો આ સરળ ઉપાય કરી શકો છો. જે દરેક દોષનું નિવારણ કરે છે.
વાસ્તુ દોષનું નિવારણ કરતી વસ્તુઓ
આ પણ વાંચો:
- જો ઘર કે ઓફિસના પ્રવેશદ્વારની સામે થાંભલો, ખાડો હોય તો મુખ્ય દ્વાર પર પાકુઆ અરીસો લગાવો.
- જો બેડરૂમમાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તે રૂમની દિવાલ પર બગુઆ યંત્ર સ્થાપિત કરો.
- ઘરમાં બીમનો દોષ હોય તો તેને દુર કરવા માટે વાંસળીમાં લાલ રિબનમાં બાંધીને બીમ પર લટકાવી દો, ધ્યાન રાખો કે વાંસળીનું મુખ નીચેની તરફ હોવું જોઈએ.
- ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરના પ્રવેશદ્વાર પર વિન્ડ ચાઇમ લગાવો.
- જો ટોયલેટ અને બાથરુમ એક જ હોય તો ટોયલેટ સીટને હંમેશા બંધ રાખો. આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે.
- ડાઇનિંગ રૂમનો દોષ હોય તો તે દિવાલ પર અરીસો લગાવો.
- આ સિવાય ભુલથી પણ ઘરમાં કાંટાવાળા છોડ ન લગાવવા.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે