Shani Dev Upay: આજે કરી લો શનિદેવના આ 5 અચૂક ઉપાય, લગ્ન, નોકરીમાં આવતી સમસ્યા થશે દુર

Shani Dev Upay: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિદેવના ક્રોધનો ભોગ તે ન બને. તેથી જ શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે અને જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

Shani Dev Upay: આજે કરી લો શનિદેવના આ 5 અચૂક ઉપાય, લગ્ન, નોકરીમાં આવતી સમસ્યા થશે દુર

Shani Dev Upay: બધા જ ગ્રહોમાં શનિદેવને ન્યાયાધીશનું પદ પ્રાપ્ત છે કારણ કે તેઓ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. તેથી જ તેમને કર્મ ફળના દાતા પણ કહેવાય છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. સાથે જ શનિદેવને ક્રૂર ગ્રહ પણ કહેવાય છે. કારણકે શનિદેવની મહા દશા દરમિયાન વ્યક્તિને અનેક સંકટનો સામનો કરવો પડે છે. તેથી જ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિદેવના ક્રોધનો ભોગ તે ન બને. તેથી જ શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે અને જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે.

આ પણ વાંચો

શનિવારે કરો આ પાંચ અચૂક ઉપાય

1. શનિવારે પુષ્ય નક્ષત્રમાં એક તાંબાના લોટામાં પાણી ભરી તેમાં સાકર ઉમેરીને પીપળામાં ચડાવવું જોઈએ. આ સાથે જ ઓમ એં હ્રીં શ્રીં શનૈશ્વરાય નમ: મંત્રનો જાપ કરવો. તેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે.

2. શનિવારના દિવસે કોઈલા ને વહેતા પાણીમાં પ્રવાહિત કરવું. આ સાથે જ ઓમ એં હ્રીં શ્રીં શનૈશ્વરાય નમ: મંત્રનો જાપ કરવો તેનાથી આવકમાં વધારો થાય છે અને નોકરીમાં સફળતા મળે છે. 

3. જો કોર્ટ કેસ સંબંધિત સમસ્યા ચાલતી હોય તો શનિવારના દિવસે પીપળાના એવા 11 પત્તા લેવા જે અક્ષત હોય. તેની એક માળા બનાવો અને પછી આ માળા શનિદેવને ચડાવી દેવી. માળા ચડાવતી વખતે ઓમ એં હ્રીં શ્રીં શનૈશ્વરાય નમ: મંત્રનો જાપ કરવો.

4. લગ્ન જીવનમાં સમસ્યાઓ ચાલતી હોય તો શનિવારના દિવસે પીપળાના ઝાડ પાસે થોડા કાળા તલ ચડાવી દેવા. સાથે જ પીપળાને પાણી પણ ચડાવવું. 

5. જીવનમાં પ્રગતિ મેળવવામાં બાધા આવતી હોય તો શનિવારના દિવસે પીપળાને જળ ચડાવીને કાચા સુતરને હાથમાં રાખી સાત પરિક્રમા કરવી. પરિક્રમા કરતી વખતે શનિદેવનું ધ્યાન કરવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news