Guruwar Astro Tips: ગુરુવારે કપડા ધોવાથી શું થાય તે જાણી લેશો તો આજ પછી ક્યારેય નહીં કરો આ ભુલ

Guruwar Astro Tips: તમે પણ સાંભળ્યું હશે કે ગુરુવારે કપડા ધોવા નહીં... તેવામાં તમને પણ મનમાં પ્રશ્ન ચોક્કસથી થતો હશે કે ગુરુવારે આ કામ કરવાની મનાઈ શા માટે હોય છે ? તો ચાલો આજે તમને જણાવીએ કે ગુરુવારે આ કામ શા માટે ન કરવા અને કરવાથી શું નુકસાન થાય.

Guruwar Astro Tips: ગુરુવારે કપડા ધોવાથી શું થાય તે જાણી લેશો તો આજ પછી ક્યારેય નહીં કરો આ ભુલ

Guruwar Astro Tips: જ્યોતિષશાસ્ત્રમાં જે રીતે સપ્તાહના દરેક દિવસનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે તેવી જ રીતે કેટલાક કાર્યો વિશે પણ જણાવાયું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક ખાસ દિવસે ઘરના કેટલાક કામ કરવાની મનાઈ હોય છે. જો આ કામ કરવામાં આવે તો તેનાથી વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. ગુરૂવારના દિવસે કેટલાક કામ કરવાની મનાઈ શાસ્ત્રોમાં કરવામાં આવી છે. ગુરૂવારના દિવસે વાળ ધોવા, નખ કાપવા અને કપડાં ધોવાની મનાઈ કરવામાં આવી છે. 

શાસ્ત્રો અનુસાર જો આ ત્રણ વાતનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. આ કાર્ય ગુરુવારે જો કરવામાં આવે તો જીવનમાં સમસ્યાઓ વધે છે. તેવામાં તમને પણ મનમાં પ્રશ્ન ચોક્કસથી થતો હશે કે ગુરુવારે આ કામ કરવાની મનાઈ શા માટે હોય છે ? તો ચાલો તમને આજે જણાવીએ કે ગુરુવારે આ કામ શા માટે ન કરવા અને કરવાથી શું નુકસાન થાય.

ગુરુવારે કપડા ન ધોવાનું કારણ

જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સુખ સમૃદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે કપડાં ધોવાનું કામ શનિ સંબંધિત હોય છે. તેથી ગુરૂવારના દિવસે કપડાં ધોવાથી મહિલાઓને અશુભ પરિણામનો સામનો કરવો પડે છે. ગુરૂવારના દિવસે ઘરમાં ક્યારેય સાફ-સફાઈ કરીને ગંદકી પણ બહાર કાઢવી નહીં. સાથે જ ગંદા કપડાને ધોવાની પણ મનાઈ હોય છે જેથી ગંદુ પાણી પણ ઘરની બહાર ન જાય. 

નખ, વાળ અને દાઢી ન કરવી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારના દિવસે દાઢી કરાવવી, નખ કાપવા કે વાળ કાપવાની પણ મનાઈ હોય છે. આ ત્રણમાંથી કોઈ પણ કામ ગુરુવારે કરવામાં આવે તો બૃહસ્પતિ પ્રભાવિત થાય છે અને કુંડળીમાં તે નબળો બની જાય છે જેની અસર વ્યક્તિના જીવન પર પણ જોવા મળે છે. 

શાસ્ત્રો અનુસાર ગુરૂવારના દિવસે જો કપડાં ધોવામાં આવે તો વ્યક્તિને જીવનમાં અલગ અલગ સમસ્યાનો સામનો કરવો પડે છે. જે લોકો ગુરૂવારના દિવસે કે રાત્રે કપડાં ધોવે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહેતી નથી આવા લોકોને પૈસાની તંગીનો સામનો હંમેશા કરવો પડે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news