3 વર્ષથી જેમણે અન્નનો એક દાણો પણ ચાખ્યો નથી તેવા દિવ્ય સંત નર્મદા પરિક્રમામાં આવી પહોંચ્યા

Narmada Parikrama : ત્રણ વર્ષથી માત્ર નર્મદાનું જળ પીને રહેતા અવધૂત દાદા ભગવાન નર્મદા પરિક્રમા કરવા આવી પહોંચ્યા, લોકસભાની ચૂંટણી માટે અવધુત દાદા ભગવાને કહ્યું કે, ભારત જ નહીં પણ દુનિયામાં મહાપરિવર્તનનો સમય છે
 

3 વર્ષથી જેમણે અન્નનો એક દાણો પણ ચાખ્યો નથી તેવા દિવ્ય સંત નર્મદા પરિક્રમામાં આવી પહોંચ્યા

Maa Narmada : ઉત્તરવાહિની નર્મદા મૈયાની પૂજા અર્ચના કરવા પરિક્રમા કરવા સ્નાન કરવા મોટી સંખ્યામાં ભક્તો રોજ નર્મદા કાંઠે આવી રહ્યાં છે. ત્યારે આજે વહેલી સવારે 41 માસથી નિરાહાર અવધૂત દાદા ભગવાન જે એક લંગોટીમાં ભ્રમણ કરતાં હોય છે, તેઓ આ પંચકોશી પરિક્રમા કરવા આવી પહોંચ્યા છે. ભૈયુજી મહારાજ તરીકે ઓળખાતા આ મહારાજે આજે 19 મી એપ્રિલને શુક્રવારના રોજ સવારે તિલકવાડાના વાસુદેવ કુટિર હનુમાન મંદિરથી પરિક્રમા ચાલુ કરી હતી. 

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત ચૈત્ર સુદ એકમથી થઈ ગઈ છે. આ પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યાં છે. ત્યારે મધ્યપ્રદેશના ભૈયાજી મહારાજ તરીકે ઓળખવામાં આવતા અવધૂત દાદા ભગવાને આજે તિકલવાડા વાસુદેવ કુટિરથી તેમના અનુયાયીઓ સાથે પરિક્રમાની શરૂઆત કરી હતી. 

નિરાહાર જીવન જીવે છે ભૈયુજી મહારાજ
અવધુત દાદા ભગવાન છેલ્લા 3 વર્ષથી માત્ર નર્મદા જળ પીને જ જીવન જીવે છે. 3 વર્ષથી તેમણે અન્નનો એક પણ દાણો આરોગ્યો નથી. તેઓએ એકવાર અમરકંટકથી મોટી નર્મદા પરિક્રમા કરી છે. હાલમાં ચાલી રહેલી ઉત્તરવાહિની પરિક્રમા પણ અગાઉ કરી છે. અવધુત દાદા ભગવાનનું કહેવું છે કે, નર્મદા દુનિયા માટે નદી છે પણ અમારા માટે તો ભગવતી છે. આ નદી નહિ પણ દુનિયા માટે જીવનનો આધાર છે. તો ગુજરાતમાં આવી રહેલી લોકસભાની ચૂંટણી માટે અવધુત દાદા ભગવાને કહ્યું કે, ભારત જ નહીં પણ દુનિયામાં મહાપરિવર્તનનો સમય છે. સમગ્ર વિશ્વની નજર ભારત પર છે અને ભારતની સંસ્કૃતિને જોઈ રહી છે. આવનારા સમયમાં ભારત દુનિયાને જીવવાની દિશા આપશે. એક ધર્મ, એક ધારા અને એક પરિકલ્પનામાં ભારત આવનારા સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે. ભારત આવનારા સમયમાં વિશ્વનું નેતૃત્વ કરશે. 

ચૈત્ર મહિનાની પરિક્રમા એટલે નાની પરિક્રમા
સમગ્ર વિશ્વમાં નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. કહેવાય છે કે ગંગા સ્નાને, યમુના પાને અને નર્મદા દર્શન માત્રથી પવિત્ર કરે છે. ત્યારે જ્યાંથી માં નર્મદા ઉત્તરવાહિની થાય છે, એટલે કે નાંદોદ તાલુકાના રામપુરા કીડીમકોડી ઘાટની ચૈત્ર માસની એકમથી ચૈત્ર માસની અમાસ સુધી એટલે કે 30 દિવસ આ પરિક્રમા કરવામાં આવે છે. જેને નર્મદા નદીની નાની પરિક્રમા કહેવામાં આવે છે. આ પરિક્રમાની શરૂઆત 8 એપ્રિલથી થશે. મોટી સંખ્યામાં લોકો મા રેવાની પરિક્રમા માટે નીકળી પડે છે. એક મહિનાના સમયગાળામાં પરિક્રમા કરતા શ્રદ્ધાળુઓ નદી તટે જોવા મળે છે. જેમના માટે સ્થાનિક લોકો દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામા આવે છે. ભક્તો દ્વારા ચૈત્ર મહિનામાં થતી નાની પરિક્રમા કરવામાં આવી રહી છે.

શું છે નાની પરિક્રમા અને મોટી પરિક્રમા
આ પરિક્રમાના રૂટની વાત કરીયે તો, રામપુરા ગામથી આ પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. રામપુરા, માંગરોળ, ગુવાર, તિલકવાડા અને રેંગણ-વાસણ ગામ થઈને ફરી રામપુરા પહોંચીયે ત્યારે આ 19 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ થઈ ગણાઈ છે. જ્યારે મોટી પરિક્રમા એટલે કે અમરકંટકથી માં નર્મદાની પરિક્રમા શરૂ થતી હોઈ છે. જો આ કરવી હોઈ તો 36 હજાર 600 કિલોમીટરની પરિક્રમા છે. જેને પુરી કરતા લગભગ 3 વર્ષ અને 6 મહિના જેટલો સમય લાગે છે. 

ચૈત્ર મહિનાની પરિક્રમાનું મહત્વ
જે ભક્તો મોટી પરિક્રમા ના કરી શકતા હોય તે ચૈત્ર મહિનામાં આ 19 કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. 19 કિલોમીટરની પરિક્રમા કરતા લગભગ 5 થી 7 કલાકનો સમય લાગે છે. પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો લાભ ગુજરાત જ નહીં, પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકો પણ લઈ રહ્યા છે. 

આ પરિક્રમા માટે રોજના 20 થી 25 હજાર લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે. પરિક્રમા કરનાર ભક્તોને પરિક્રમાના રૂટમાં આવતા આશ્રમો, મંદિરો અને ગામના લોકો દ્વારા રેહવાની, નાસ્તાની અને જમવાની પણ સુવિધા વિના મુલ્યે આપવામાં આવે છે. આજે રવિવારને કારણે મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news