Dhan Prapti Upay: કરજની સમસ્યાથી ઝડપથી છુટકારો અપાવશે આંબાના પાનના આ સરળ ઉપાય
Dhan Prapti Upay:આ ઉપાય કરવાથી વાસ્તુદોષથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. સાથે જ આ ઉપાયો તમારા જીવનમાંથી કરજની સમસ્યાને પણ દૂર કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ આંબાના પાનના કેટલાક સરળ પરંતુ ચમત્કારી ઉપાયો વિશે.
Trending Photos
Dhan Prapti Upay: હિન્દુ ધર્મમાં આંબાના પાનને શુભ માનવામાં આવે છે. શુભ પ્રસંગમાં આમ આંબાના પાનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આંબાના ઝાડથી સંબંધિત કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી વાસ્તુદોષથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. સાથે જ આ ઉપાયો તમારા જીવનમાંથી કરજની સમસ્યાને પણ દૂર કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ આંબાના પાનના કેટલાક સરળ પરંતુ ચમત્કારી ઉપાયો વિશે.
આંબાના પાનના ચમત્કારી ઉપાયો
- જો તમે લાંબા સમયથી કરજમાં ડૂબેલા છો અને આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો 11 આંબાના પાનમાં સુતર બાંધી તેના ઉપર મધ લગાડો અને પછી આ પાનને શિવલિંગ ઉપર અર્પણ કરો. સાથે જ શિવજીને કરજ મુક્તિ માટે પ્રાર્થના કરો. તમે ઝડપથી જ કરજ મુક્ત થઈ જશો.
- ઘરમાં સુખ સમૃદ્ધિ માટે ઘરના મુખ્ય દરવાજા ઉપર આંબાના પાનનું તોરણ બાંધવું જોઈએ. આ તોરણ બાંધવાથી ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે.
- ધાર્મિક માન્યતા અનુસાર પૂજા કરતી વખતે પાણી ભરેલા કળશમાં આંબાના પાન રાખી દેવા જોઈએ. પૂજા પૂરી થયા પછી આ પાનથી કળશમાં રહેલા જળનો છંટકાવ આખા ઘરમાં કરો. આમ કરવાથી ધનના દેવી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનની આવકના રસ્તા ખુલે છે.
- જો તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી છે અને તમે બહાર નીકળવા માટે પ્રયત્ન કરી રહ્યા છો તો આંબાના ઝાડમાં નિયમિત જળ ચઢાવવાનું શરૂ કરો. થોડા જ દિવસોમાં તમારા જીવનની સમસ્યાઓ દૂર થવા લાગશે અને કારકિર્દીમાં પણ પ્રગતિ થશે.
- આંબાના પાન રામભક્ત હનુમાનને અત્યંત પ્રિય છે. જો તમે બજરંગ બલીને પ્રસન્ન કરવા માંગતા હોય કે તેમની કૃપા પ્રાપ્ત કરવી હોય તો આંબાના પાનમાં ચંદનથી શ્રીરામ લખીને હનુમાનજીના મંદિરમાં અર્પણ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે