આ અઠવાડિયામાં આવશે મહત્વપૂર્ણ વ્રત અને તહેવારો, વ્રત કરવાની તારીખો નોંધી લો ફટાફટ

Important Vrat And Festivals: 29 મેથી 4 જૂનની વચ્ચે નિર્જળા એકાદશી જેવા ઘણા મહત્વપૂર્ણ વ્રત કરવામાં આવશે. આ સિવાય ગંગા દશેરા જેવા મહત્વપૂર્ણ તહેવારો પણ ઉજવવામાં આવશે. તો ચાલો તમને જણાવીએ આ અઠવાડિયામાં આવતા વ્રત અને તહેવારોની ચોક્કસ તારીખો.

આ અઠવાડિયામાં આવશે મહત્વપૂર્ણ વ્રત અને તહેવારો, વ્રત કરવાની તારીખો નોંધી લો ફટાફટ

Important Vrat And Festivals: સનાતન ધર્મમાં વ્રત અને તહેવારોનું ઘણું મહત્વ છે. દરેક મહિનામાં અલગ અલગ વ્રત આવતા હોય છે.  વ્રત અને તહેવારોની દ્રષ્ટિએ મે મહિનાનું છેલ્લું અઠવાડિયું અને જૂન મહિનાની શરૂઆત ખૂબ જ ખાસ છે. આ અઠવાડિયામાં ઘણા મહત્વપૂર્ણ વ્રત અને તહેવારો આવશે. 29 મેથી 4 જૂનની વચ્ચે નિર્જળા એકાદશી જેવા ઘણા મહત્વપૂર્ણ વ્રત કરવામાં આવશે. આ સિવાય ગંગા દશેરા જેવા મહત્વપૂર્ણ તહેવારો પણ ઉજવવામાં આવશે. તો ચાલો તમને જણાવીએ આ અઠવાડિયામાં આવતા વ્રત અને તહેવારોની ચોક્કસ તારીખો.

આ પણ વાંચો:

આ અઠવાડિયામાં આવતા વ્રત અને તહેવારો
 
બડા મંગલ - જેઠ મહિનાનો છેલ્લો બડા મંગલ 30 મેના રોજ છે. બડા મંગલને બુઢવા મંગલ પણ કહેવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
 

ગંગા દશેરા - માતા ગંગા પૃથ્વી પર અવતર્યા તે દિવસને ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની દશમીની તિથિ પર ગંગાજી ભગવાન શિવની જટામાંથી નીકળી અને પૃથ્વી પર આવ્યા હતા. ગંગા દશેરાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું અને દાન કરવાનું ખૂબ જ મહત્વ છે. આ વર્ષે મંગળવાર અને 30 મેના રોજ ગંગા દશેરા ઉજવવામાં આવશે.
 

નિર્જળા એકાદશી - નિર્જળા એકાદશી 31 મે 2023 અને બુધવારે ઉજવવામાં આવશે. આ દિવસે જળ પણ ગ્રહણ કર્યા વિના વ્રત રાખવાનું હોય છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે.
 

ગુરુ પ્રદોષ - આ વખતે જેઠ માસનું પ્રદોષ વ્રત 1 જૂન 2023 અને ગુરુવારે આવી રહ્યું છે. આ દિવસે શિવજીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.
 

જેઠ માસની પૂનમ - જેઠ મહિનાની પૂર્ણિમાની તિથિને લઈ થોડી મૂંઝવણ લોકોમાં છે. કારણ કે પૂનમની તિથિ 2 દિવસની હશે. પૂનમનું વ્રત 3જી જૂને રાખવામાં આવશે અને સ્નાન અને દાન કરવાનો શુભ સમય 4 જૂને રહેશે.
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news