Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ દરમિયાન કરો આ મંત્રોનો જાપ, રોગ-દોષથી મળશે મુક્તિ
Chandra Grahan 2023: ગ્રહણ શરુ થાય તેના 9 કલાક પહેલા તેનો સુતક કાળ શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ અશુભ માનવામાં આવે છે. તેથી જ ચંદ્રગ્રહણ દરમિયાન કેટલાક કાર્યો કરવાની મનાઈ હોય છે. શાસ્ત્રો અનુસાર આ સમય દરમિયાન જો કેટલાક મંત્રોનો જાપ કરવામાં આવે તો ગ્રહ દોષની પીડાથી મુક્તિ મળે છે.
Trending Photos
Chandra Grahan 2023: વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે અને વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે થશે. એટલે કે આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણથશે. જો કે આ એક છાયા ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં. પરંતુ જ્યોતિષીય દૃષ્ટિકોણથી તેને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ચંદ્રગ્રહણ શુક્રવાર અને 5 મેના રોજ રાત્રે 08:46 વાગ્યે શરૂ થશે અને મોડી રાત્રે 01:02 વાગ્યે સમાપ્ત થશે. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે રાહુ-કેતુ ચંદ્રને ગળી જવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
ગ્રહણ શરુ થાય તેના 9 કલાક પહેલા તેનો સુતક કાળ શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ અશુભ માનવામાં આવે છે. તેથી જ ચંદ્રગ્રહણ દરમિયાન કેટલાક કાર્યો કરવાની મનાઈ હોય છે. શાસ્ત્રો અનુસાર આ સમય દરમિયાન જો કેટલાક મંત્રોનો જાપ કરવામાં આવે તો ગ્રહ દોષની પીડાથી મુક્તિ મળે છે.
આ પણ વાંચો:
આ મંત્રોનો કરો જાપ
- ॐ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મૈ નમ: આ વૈભવ લક્ષ્મી મંત્ર છે. તેનો જાપ 108 વખત કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે.
- ॐ હ્રીં બગલામુખી સર્વ દુષ્ટાનામ વાચં મુખમ પદમ્ સ્તમ્ભય.. ચંદ્રગ્રહણ દરમિયાન બગલામુખી મંત્રનો જાપ કરી શકાય છે તેનાથી શત્રુઓથી મુક્તિ મળે છે.
- ચંદ્રગ્રહણમાં શક્ય હોય તેટલા વધુ મંત્ર જાપ કરવા અને ભગવાનને યાદ કરવા. આ સમય દરમિયાન ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને અન્ય મંત્રોનો જાપ કરી શકો છો.
- ચંદ્ર દોષ હોય તો ગ્રહણ દરમિયાન ॐ શ્રીં શ્રીં ચંદ્રમસે નમ: મંત્રનો જાપ કરવો. આમ કરવાથી ચંદ્ર દેવના કષ્ટ ઓછા થાય છે.
- ચંદ્રગ્રહણ દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કરવો તેનાથી ગ્રહણનો દુષ્પ્રભાવ પડતો નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે