Budh Shukra Yuti 2023: શુક્ર-બુધની યુતિથી બની રહ્યો છે લક્ષ્મી નારાયણ રાજયોગ, આ 3 રાશિવાળાને બંપર ધનલાભ!

Budh Gochar: આજે 31મી માર્ચના રોજ બુધ ગોચર કરીને મેષ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. બુધનું રાશિ પરિવર્તન મેષ રાશિમાં બુધ અને શુક્રની યુતિ બનાવી રહ્યો છે. બુધ શુક્રની આ યુતિથી જે રાજયોગ બનશે તે 3 રાશિવાળાને ખુબ લાભ કરાવશે. 

Budh Shukra Yuti 2023: શુક્ર-બુધની યુતિથી બની રહ્યો છે લક્ષ્મી નારાયણ રાજયોગ, આ 3 રાશિવાળાને બંપર ધનલાભ!

Lakshmi Narayan Raj Yoga 2023:  જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમયે રાશિ પરિવર્તન કરે છે.  બુધ ગ્રહ જલદી રાશિ બદલે છે. આજે 31 માર્ચના રોજ શુક્રવારે બુધ ગોચર કરી રહ્યો છે અને મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં પહેલેથી જ શુક્ર ગ્રહ છે. આથી બુધનું મેષમાં ગોચર બુધ અને શુક્રની યુતિ બનાવશે. શુક્ર બુધની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનેશે જેની 3 રાશિવાળાના જીવન પર શુભ અસર પડશે. આ જાતકોને લક્ષ્મી નારાયણ રાજયોગ ખુબ ધન સંપત્તિ, વૈભવ, જશ કિર્તિ અને પ્રગતિ આપશે. બુધ ગોચરથી બનેલા બુધ શુક્ર યુતિથી કોનું ભાગ્ય ચમકશે તે ખાસ જાણો. 

લક્ષ્મી નારાયણ રાજયોગ આ રાશિવાળાનું ભાગ્ય ચમકાવશે. 

મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે બુધ ગોચરથી બની રહેલો લક્ષ્મી નારાયણ રાજયોગ ખુબ લાભ કરાવશે. આ જાતકોની આવક વધશે. નવા સ્ત્રોતથી પૈસા વધશે. બિઝનેસ કરનારાઓને મોટો લાભ થઈ શકે છે. તમારી કોઈ મનોકામના પૂરી  થઈ શકે છે. રોકાણ માટે સમય સારો છે. પરણિત લોકોને પાર્ટનર સાથે ખુબ જામશે. 

કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે લક્ષ્મી નારાયણ રાજયોગ કરિયર અને કારોબારમાં લાભ કરાવશે. કામકાજ સારું ચાલશે. નવી તકો મળશે. કામકાજમાં ફેરફાર કરી શકો છો. નવી નોકરીની ઓફર મળી શકે છે. કોઈ મોટી ઉપલબ્ધિ મળી શકે છે. રોકાણ માટે સારો સમય છે. વેપાર કારોબાર વધશે. 

સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે બુધ ગોચરથી બની રહેલો લક્ષ્મી નારાયણ રાજયોગ ખુબ શુભ સાબિત થઈ શકે છે. આ જાતકોને ભાગ્યનો સાથ મળશે, જેનાથી કાર્યોમાં સફળતા મળશે. આવક વધશે, જો કોશિશ કરો તો તમારા ભવિષ્ય માટે બચત કરવામાં સફળ થઈ શકો છો. કોઈ માંગલિક કે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. નવી તકો મળશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news