Buddha Purnima 2023: 130 વર્ષ બાદ બુદ્ધ પૂર્ણિમા પર બનશે દુર્લભ સંયોગ, આ જાતકોની બલ્લે-બલ્લે
Buddha Purnima 2023 Date: આ વખતે વૈશાખ પૂર્ણિમા કે બુદ્ધ પૂર્ણિમા પર ગ્રહો-નક્ષત્રોનો દુર્લભ સંયોગ બની રહ્યો છે, જે કેટલાક લોકો માટે શુભ રહેશે. 3 રાશિના જાતકો માટે બુદ્ધ પૂર્ણિમા ધનદાયક યોગ બની રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ Buddha Purnima 2023 Shubh Yog: હિન્દુ કેલેન્ડર અનુસાર, ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયો હતો, તેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધને વિશેષ પ્રાર્થના કરે છે. તેમજ આ દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાથે જ હિન્દુ ધર્મના લોકો માટે વૈશાખ પૂર્ણિમા ખાસ છે. આ વખતે 5 મેના રોજ વૈશાખ પૂર્ણિમા છે અને આ દિવસે બુદ્ધ પૂર્ણિમા અથવા બુદ્ધ જયંતિ ઉજવવામાં આવશે. આ વખતે વૈશાખ પૂર્ણિમા અથવા બુદ્ધ પૂર્ણિમાનો દિવસ ખાસ છે કારણ કે આ દિવસે એક દુર્લભ સંયોગ બની રહ્યો છે.
બુદ્ધ પૂર્ણિમા પર ગ્રહોનો દુર્લભ સંયોગ
5 મેએ વૈશાખ પૂર્ણિમા કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ પણ પડી રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ 5 મેની રાત્રે 8 કલાક 45 મિનિટથી 5 અને 6 મેની મધ્યરાત્રિએ 1 કલાક સુધી રહેશે. તો 5 મેએ સૂર્યોદયથી લઈને સવારે 9 કલાક 17 મિનિટ સુધી સિદ્ધિ યોગ રહેશે. આ દિવસે સ્વાતી નક્ષત્ર પણ રહેશે. સ્વાતી નક્ષત્ર સવારથી લઈને રાત્રે 9 કલાક 40 મિનિટ સુધી છે. બુદ્ધ પૂર્ણિમા પર આવો યોગ 130 વર્ષ બાદ બની રહ્યો છે. તો શનિ સ્વરાશિ કુંભમાં રહેશે. ગુરૂ. બુધ અને સૂર્ય મેષ રાશિમાં રહેશે. બુધ અને સૂર્ય મળીને બુધાદિત્ય યોગ બનાવશે. આવો જાણીએ આ દુર્લભ સંયોગથી કઈ રાશિને લાભ થશે.
મેષ રાશિઃ બુદ્ધ પૂર્ણિમા પર બની રહેલો દુર્લભ સંયોગ મેષ રાશિના જાતકો માટે ખુબ શુભ રહેશે. આ જાતકોની આવક વધશે. આર્થિક સ્થિતિ સારી થશે. નોકરી બદલવા ઈચ્છો છો તો આ સારો સમય છે.
કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકો માટે આ સમય કરિયરમાં મોટો લાભ અપાવશે. નોકરી કરનાર જાતકોને ઈચ્છિત જગ્યા પર ટ્રાન્સફર મળી શકે છે. કારોબાર સારો ચાલશે. જૂના મામલાનો ઉકેલ આવશે. ભાગ્યનો પૂરો સાથ મળશે.
સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે આ સમયે દરેક કામમાં સફળતા મળશે. નવી તક મળશે. જીવનમાં ખુશી આવશે. પ્રમોશન મળી શકે છે. આવક વધશે. આર્થિક સ્થિતિ સારી થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે