રક્ષાબંધન પર આકાશમાં જોવા મળશે અદ્ભુત નજારો, ચંદ્રની જેમ ચમકી શકે છે આ જાતકોનું ભાગ્ય
Blue Moon 2024: 19 ઓગસ્ટે જોવા મળનાર બ્લૂ મૂનના દિવસે ખુબ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ બ્લૂ મૂન એક દુર્લભ ખગોળીય ઘટના માનવામાં આવે છે, જે વર્ષમાં 2-3 વખત જોવા મળે છે. તેને સ્ટર્જન ફુલ મૂન કહેવામાં આવે છે. આ દરમિયાન ચંદ્રમા પોતાની 16 કળાઓથી પરિપૂર્ણ હોય છે. આ દરમિયાન ચંદ્રમા ખુબ ચમકીલા હોવાની સાથે ખુબ મોટા જોવા મળે છે. મહત્વનું છે કે આ વર્ષે રક્ષાબંધનના દિવસે આ દુર્લભ નજારો જોવા મળવાનો છે. જ્યાં એક તરફ ચંદ્ર પોતાની કળાઓથી પરિપૂર્ણ હશે, તો બીજીતરફ શ્રાવણનો સોમવાર અને રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો હશે. આ સાથે ચંદ્ર કુંભ રાશિમાં સંચાર કરશે. ચંદ્રમાના સ્વામી શિવજી છે અને કુંભના સ્વામી શનિદેવ છે. તેવામાં કેટલાક જાતકો પર વિશેષ કૃપા રહેવાની છે. આવો જાણીએ રક્ષાબંધનની સાથે બ્લૂ મૂનનું કનેક્શન અને કઈ રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ.
ક્યારે દેખાશે આકાશમાં બ્લૂ મૂન
મહત્વનું છે કે આ દિવસે ચંદ્ર સાંજે 6 કલાક 54 મિનિટ પર ઉદય થશે. આ સાથે ભારતીય સમયાનુસાર ચંદ્રમા રાત્રે 11 કલાક 56 મિનિટ પર પોતાની પિક પર હશે. આ સાથે ચંદ્રાસ્ત 20 ઓગસ્ટ સવારે 6 કલાક 24 મિનિટ પર થશે.
સુપર મૂન સમયે ચંદ્રમાની સ્થિતિ
મહત્વનું છે કે 19 ઓગસ્ટે સાંજે 6 કલાક 59 મિનિટ પર ચંદ્રમા મકર રાશિમાંથી નિકળી કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે.
બ્લૂ મૂન પર બની રહ્યો છે અદ્ભુત યોગ
આ વર્ષે ઓગસ્ટમાં આવનાર બ્લૂ મૂન પર શુભ યોગ બની રહ્યાં છે. જ્યાં આ દિવસે બ્લૂ મૂન 16 કળાઓથી પૂર્ણ હશે. આ સાથે શનિની રાશિ કુંભમાં હશે. આ સાથે ચંદ્રમાના સ્વામી સ્વયં શિવજી છે. શિવજીનો શનિ સાથે સારો સંબંધ છે. આ દિવસે રક્ષાબંધનની સાથે શ્રાવણનો સોમવાર છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગની સાથે શોભન, રવિ યોગની સાથે શ્રવણ નક્ષત્ર બની રહ્યું છે. ગ્રહોની સ્થિતિ પ્રમાણે આ દિવસે વિષ યોગ, લક્ષ્મી નારાયણ યોગ, બુધાદિત્ય, શુક્રાદિત્યની સાથે કુબેર યોગ, શશ રાજયોગ બની રહ્યો છે. આટલા બધા શુભ યોગ બનવાથી કેટલાક જાતકોને લાભ મળશે.
શું જોવા મળશે બ્લૂ કલરનો ચંદ્ર?
બ્લૂ મૂનને લોકો સમજે છે કે તે દિવસે ચંદ્રમાં બ્લૂ જોવા મળશે. પરંતુ તેવું નથી, પરંતુ આ દિવસે ચંદ્રમા અન્ય દિવસ કરતા મોટા હોવાની સાથે વધુ ચમકીલા હોય છે. તેનું નામ બસ કેલેન્ડર પ્રમાણે રાખવામાં આવ્યું છે. ઓગસ્ટમાં આવનાર આ મૂનને સ્ટર્જન મૂન કહેવામાં આવે છે, કારણ કે ઓગસ્ટ મહિનામાં અમેરિકાના લેકમાં સ્ટર્જન માછલી વધુ માત્રામાં મળી આવે છે. આ કારણે તેને સ્ટર્જન મૂન કહેવામાં આવે છે.
સુપર મૂનથી આ જાતકોને મળશે લાભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બ્લૂ મૂનના દિવસે ઘણા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં આ દિવસ મેષ, કુંભ, ધન, મકર, મીન, સિંહ રાશિના જાતકો માટે ખાસ હોઈ શકે છે. આ દિવસે અચાનક ધનલાભ થઈ શકે છે. તો બિઝનેસ અને નોકરીમાં વિશેષ લાભ મળી શકે છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે