શ્રીરામના નેત્ર માત્ર 20 મિનિટના મુહૂર્ત બન્યા, આંખ બનાવતા પહેલા અરુણ યોગીરાજે કરી હતી ખાસ વિધિ
Ram Lalla Murti: રામ મંદિરમાં સ્થાપિત મૂર્તિના દર્શન કરીને સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે. રામ લલ્લાની મૂર્તિના દર્શન કરો ત્યારે તેની આંખો મંત્રમુગ્ધ કરી દે છે. તેનું કારણ પણ ખાસ છે. એક મુલાકાત દરમિયાન અરુણ યોગીરાજે રામલલાની મૂર્તિની આંખો બનાવવા માટે તેણે કેવી તૈયારી કરી હતી તેના વિશે જણાવ્યું હતું.
Trending Photos
Ram Lalla Murti: 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી આજ સુધી રોજ મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યાના રામ મંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો ભક્તોએ શ્રીરામના દર્શન પણ કરી લીધા છે. રામ મંદિર માટે રામલલાની મંત્રમુગ્ધ કરી દેતી મૂર્તિ પ્રખ્યાત મૂર્તિકાર અરુણ યોગીરાજે તૈયાર કરી છે. આ મૂર્તિ નવ મહિનાની મહેનત પછી તૈયાર થઈ છે.
મંદિરમાં સ્થાપિત મૂર્તિના દર્શન કરીને સૌ કોઈ ધન્યતા અનુભવી રહ્યા છે. એક મુલાકાત દરમિયાન અરુણ યોગીરાજ એ રામલલાની મૂર્તિની આંખો બનાવવા માટે તેણે કેવી તૈયારી કરી હતી તેના વિશે જણાવ્યું હતું. રામ લલ્લાની મૂર્તિના દર્શન કરો ત્યારે તેની આંખો મંત્રમુગ્ધ કરી દે છે. તેનું કારણ પણ ખાસ છે. આ નેત્ર તૈયાર કરવા માટે અરુણ યોગીરાજ પાસે ફક્ત 20 મિનિટનો સમય હતો.
અરુણ યોગીરાજે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આંખ બનાવવા માટે 20 મિનિટનું જ મુહુર્ત હતું. અરુણ યોગીરાજે જણાવ્યું હતું કે આંખ બનાવતા પહેલા તેણે કેટલાક રીત-રિવાજોનું પાલન પણ કર્યું હતું. જેમકે આંખ બનાવવાનું કામ શરૂ કરતાં પહેલાં તેણે સરીયૂ નદીમાં સ્નાન કર્યું અને પછી હનુમાન ગઢી તેમજ કનક ભવનમાં જઈને ખાસ પૂજા કરી હતી. ત્યાર પછી તેણે નેત્ર બનાવવાની શરૂઆત કરી. શ્રીરામ લલ્લાની મૂર્તિના નેત્ર બનાવવા માટે મૂર્તિકાર અરૂણ યોગીરાજને ચાંદીનો હથોડો અને સોનાની ટાંકણી આપવામાં આવી હતી.
જણાવી દઈએ કે યોગીરાજ પરિવાર છેલ્લા ત્રણસો વર્ષથી મૂર્તિ બનાવવાનું કામ કરે છે. અરુણ યોગીરાજ તેના પરિવારની છઠ્ઠી પેઢી છે જે મૂર્તિ બનાવે છે. તેણે બનાવેલી મૂર્તિની પસંદગી થઈ અને તેને રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી તે વાતથી અરુણ યોગીરાજ પણ ખુશ છે અને ધન્યતા અનુભવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે