ગુજરાતની 7 પાલિકાઓ તો મહાનગરપાલિકા બનશે, પણ શું તમે જાણો છો તેના ફાયદા અને નુકસાન?

Gujarat Budget 2024: રાજ્યની અંદાજે 50 ટકા વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. જે વર્ષ 2047 સુધીમાં વધીને 75 ટકા સુધી પહોંચી શકે છે. શહેર લોકોના વસવાટ માટે જ નહીં પરંતું આર્થિક વિકાસનું કેન્દ્ર પણ છે. શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દ્રઢ છે.

ગુજરાતની 7 પાલિકાઓ તો  મહાનગરપાલિકા બનશે, પણ શું તમે જાણો છો તેના ફાયદા અને નુકસાન?

Gujarat Budget 2024: હાલ રાજ્યમાં 8 મહારનગરપાલિકા છે જેમાં વધુ 7 મનપાનો ઉમેરો થવા જઈ રહ્યો છે જેના કારણે રાજ્યમાં હવે 15 મહાનગરપાલિકા હશે. નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં 7 પાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી. કયા છે આ 7 શહેર? મહાનગરપાલિકા થવાથી શું થશે ફાયદો અને નુકસાન?

  • રાજ્ય સરકારે બજેટમાં કરી મોટી જાહેરાત
  • નવી 7 મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત
  • મહેસાણા, મોરબી, નવસારી બનશે બનશે મહાનગરપાલિકા
  • સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ બનશે મનપા 

રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે. રાજ્યની અંદાજે 50 ટકા વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. જે વર્ષ 2047 સુધીમાં વધીને 75 ટકા સુધી પહોંચી શકે છે. શહેર લોકોના વસવાટ માટે જ નહીં પરંતું આર્થિક વિકાસનું કેન્દ્ર પણ છે. શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દ્રઢ છે.

નાણામંત્રીએ આ સાત શહેરોની પાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે. તો આ નિર્ણયને રાજનેતાઓએ વધાવી લીધો હતો. જે શહેરોમાં મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી ત્યાં આનંદ વ્યાપી ગયો છે. રાજનેતાઓથી લઈ સત્તાધિશો સરકારની આ જાહેરાતને વધાવી રહ્યા છે. 

ક્યારે બને છે મહાનગરપાલિકા?
કાયદાના પ્રમાણે 3 લાખથી વધારે વસતિ થાય ત્યારે સરકાર મહાનગરપાલિકા બનાવી શકે છે, કેટલાક કિસ્સામાં આસપાસનાં ગામ જોડીને પણ મહાનગરપાલિકા બનાવી શકાય છે. અત્યારે એન્ટિટી નગરપાલિકા એ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 પ્રમાણે સંચાલિત થતી નગરપાલિકા છે. પ્રમુખને બદલે મેયર, ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર અને સાથે-સાથે મેયર, ડેપ્યુટી મેયર સહિતની જગ્યાઓ મહાનગર પાલિકામાં વધે છે. ચીફ ઓફિસર કક્ષાએ ટેક્નિકલ મહેકમ નથી હોતો. પણ કમિશનરના તાબા હેઠળ ટેક્નિકલ મહેકમ હોય છે, જેથી વહીવટ સારી રીતે થઈ શકે છે. કોર્પોરેશન થવાથી પ્લાન્ડ ડેવલપમેન્ટ, શહેરોનો વિકાસ અને ગટર-પાણી-રસ્તાની સારી સુવિધા મળે છે.

ક્યારે બને છે મહાનગરપાલિકા?

  • 3 લાખથી વધારે વસતી થાય ત્યારે સરકાર મનપા બનાવી શકે 
  • આસપાસનાં ગામ જોડીને પણ મહાનગરપાલિકા બનાવી શકાય 
  • ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 પ્રમાણે સંચાલિત પાલિકા

મનપાથી શું થાય છે ફાયદો?

  • પ્રમુખને બદલે મેયર, ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર
  • મેયર, ડેપ્યુટી મેયર સહિતની જગ્યાઓ મહાનગર પાલિકામાં વધે 
  • ચીફ ઓફિસર કક્ષાએ ટેક્નિકલ મહેકમ નથી હોતો
  • કમિશનરના તાબા હેઠળ ટેક્નિકલ મહેકમ હોવાથી વહીવટ સારો થાય છે
  • મનપા થવાથી પ્લાન્ડ ડેવલપમેન્ટ, વિકાસ, ગટર-પાણી-રસ્તાની સારી સુવિધા મળે છે

શહેરજનોએ ચુકવવો પડશે વધુ ટેક્સ
કોર્પોરેશનમાં નગરપાલિકા કરતાં વેરા વધારે હોય છે. આવક માટેના મુખ્ય સ્ત્રોત ઘરવેરો, પાણીવેરો, સફાઈવેરો હોય છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવી વેચાણ પાત્ર પ્લોટનું વેચાણ કરી ટીપી સ્કીમ ડેવલપ કરાય છે. આ સિવાય રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે. મનપાએ આવી ગ્રાન્ટમાં 30 ટકા જ રકમ રોકવી પડે છે. આમ, 30 ટકા બજેટમાં 100 ટકા કામ થાય છે. અમુક પ્રોજેક્ટમાં તો સરકાર 100 ટકા રકમ આપે છે. 

આમ, કેટેગરી બદલાય અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના લાભ મળતા શરૂ થાય છે. મહેકમ વધે એટલે મહેકમ ખર્ચ પણ વધે. જેટલી મોટી કોર્પોરેશન એટલું મોટું બજેટ. વ્યાપ વધે છે, આવકના સ્ત્રોત વધે છે. કોઈ આઈએએસ ઓફિસર બેસે તો સરકાર સાથે પણ એ પ્રકારનો રેપો હોય છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય તો સરકારમાં સીધી રજૂઆત કરી પોતાના પ્રોજેક્ટ મંજૂર કરાવે છે. 

મનપાથી શું થશે ફાયદો?

  • રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે
  • મનપાએ ગ્રાન્ટમાં 30 ટકા જ રકમ રોકવી પડે છે
  • 30 ટકા બજેટમાં 100 ટકા કામ થાય છે
  • અમુક પ્રોજેક્ટમાં તો સરકાર 100 ટકા રકમ આપે છે
  • કેટેગરી બદલાય અને કેન્દ્ર તથા રાજ્યના લાભ મળતા શરૂ થાય છે
  • મહેકમ વધે એટલે મહેકમ ખર્ચ પણ વધે
  • જેટલી મોટી કોર્પોરેશન એટલું મોટું બજેટ
  • વ્યાપ વધે છે, આવકના સ્ત્રોત વધે છે
  • કોઈ IAS ઓફિસર બેસે તો સરકાર સાથે પણ એ પ્રકારનો રેપો હોય છે
  • મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સરકારમાં રજૂઆત કરી પ્રોજેક્ટ મંજૂર કરાવે છે

રાજ્યના સાત શહેરોમાં હાલ આનંદ સમાતો નથી. શહેરનો વિકાસ હવે ઝડપી થશે. જો કે આગામી સમયમાં વધુ વેરા માટે પણ શહેરીજનોએ તૈયાર રહેવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news