રવિવારના દિવસે જરૂરથી કરવા આ ઉપાય, સૂર્યદેવની થશે કૃપા અને જીવનમાં વધશે સુખ-શાંતિ

Sunday Remedies: જો સૂર્ય નબળો હોય તો તેવી સ્થિતિમાં વ્યક્તિ હંમેશા બીમાર રહે છે અને ધનહાની થાય છે. તેવામાં રવિવારે ખાસ ઉપાયો કરવાથી આ બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. 

રવિવારના દિવસે જરૂરથી કરવા આ ઉપાય, સૂર્યદેવની થશે કૃપા અને જીવનમાં વધશે સુખ-શાંતિ

Sunday Remedies: રવિવારનો દિવસ ગ્રહોના રાજા સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક ખાસ ઉપાય કરી શકાય છે. જે વ્યક્તિ પર સૂર્યદેવની કૃપા હોય તેનું સ્વાસ્થ્ય સારું રહે છે અને જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને આત્માનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. જો સૂર્ય નબળો હોય તો તેવી સ્થિતિમાં વ્યક્તિ હંમેશા બીમાર રહે છે અને ધનહાની થાય છે. તેવામાં રવિવારે ખાસ ઉપાયો કરવાથી આ બધી સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. 

આ પણ વાંચો:

રવિવારે કરવાના ઉપાય

- રવિવારે સવારે જલ્દી જાગી જવું અને સૂર્યદેવને જળ અર્પણ કરવું. જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ ઓમ આદિત્ય નમઃ.. આ મંત્રનું ઉચ્ચારણ કરવું. આમ કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને મનની ઈચ્છા પૂરી કરે છે.

- ધાર્મિક માન્યતા અનુસાર રવિવારના દિવસે શિવલિંગ પર અભિષેક કરવાથી વ્યક્તિના જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

- રાહુ કેતુ કે શનિ સંબંધિત બધા સમાપ્ત કરવી હોય તો જળમાં કાળા તલ મિક્સ કરીને સૂર્યદેવને અર્પણ કરવું. આમ કરવાથી ગ્રહ દોષ ની બાધા દૂર થાય છે.

- જો કારોબારમાં પ્રગતિ મેળવવી હોય તો રવિવારના દિવસે નદીમાં કાળા તલ, ગોળ અને ચોખા પ્રવાહિત કરો.  તેનાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે.

- દાન કરવા માટે રવિવારનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ગોળ દૂધ ચોખા અને કપડાનું દાન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news