પકોડીનો શોખીન ડ્રાઈવર : મુસાફરોને બસમાં બેસાડીને પાણીપુરી ખાવા જતો રહ્યો

BRTS Driver Eat Panipuri : અમદાવાદમાં BRTSના ડ્રાઈવરને બસ રોકીને પાણી પુરી ખાવી મોંઘી પડી.. 1 એપ્રિલનો વીડિયો વાયરલ થયા બાદ AMCએ ડ્રાઈવરને 1 હજારનો દંડ ફટકારી સસ્પેન્ડ કર્યો.. પેસેન્જર સાથે બસ રોકીને પાણી પુરી ખાતો હોવાનો વીડિયો થયો હતો વાયરલ..

પકોડીનો શોખીન ડ્રાઈવર : મુસાફરોને બસમાં બેસાડીને પાણીપુરી ખાવા જતો રહ્યો

Viral Video : નાગરિકોને જાહેર પરિવહન સેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બસ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ સર્વિસ (BRTS) સેવા છે. અમદાવાદની BRTS બસના ડ્રાઇવરની મનમાનીનો એક વીડિયો સામે આવ્યો છે. પરંતુ બસના ડ્રાઈવરે મુસાફરોથી ભરેલી બસને રોકીને પાણીપુરી ખાવાનો લ્હાવો લીધો હતો. મુસાફરોની ચિંતા કર્યા વગર ડ્રાઈવરે બસ ઉભી રાખીને પાણીપુરી ખાધી હતી. 

બસના ડ્રાઈવરે ચાલુ બસ રોકી પાણીપૂરીની જ્યાફત માણી હતી. ઝુંડાલ સર્કલથી ત્રિમંદિર રૂટના બસના ડ્રાઇવરનો આ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે. અડાલજ સ્વાગત સિટી પાસે આ રીતે બસ ઊભી રાખીને ડ્રાઇવરે પાણીપૂરી ખાધી હોવાની માહિતી મળી છે. જોકે આ વીડિયો ક્યારનો છે તેની કોઈ માહિતી મળી નથી.

BRTS બસનો ડ્રાઇવર ચાલુ ફરજ દરમિયાન રૂટ ઉપર રનિંગ બસને અડાલજ સ્વાગત સિટી પાસે ડ્રાઇવર દ્વારા રોકી દેવામાં આવી હતી અને તે પાણીપૂરી ખાવા માટે જતો રહ્યો હતો. પાણીપૂરી ખાઈને તે પરત ન આવ્યો ત્યાં સુધી ત્યાં સુધી મુસાફરોએ બસમાં બેસી રહેવું પડ્યું હતું. કેટલાક મુસાફરોને સમયસર પોતાના ઘરે પહોંચવાનું હતું, પરંતુ આ બસના ડ્રાઈવરે અંદાજે દસેક મિનિટ જેટલી બસ ઊભી રાખી હતી, જેના કારણે મુસાફરોને હેરાન થવાનો વારો આવ્યો હતો.

જોકે, આ હરકત તંત્રના ધ્યાને આવતા ડ્રાઇવર નીરજ પરમારને સસ્પેન્ડ કરાયો હતો અને અને 1000 રૂપિયાનો દંડ કરાયો હતો. સાથે જ બસ ઓપરેટર ટાટાને 15000 ની પેનલ્ટી કરાઈ છે. વાયરલ થયેલો આ વીડિયો 1 એપ્રિલનો હોવાનું સામે આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news