Devshayani Ekadashi 2024: પંચાંગ અનુસાર 4 શુભ યોગમાં ઉજવાશે દેવશયની એકાદશી, માં લક્ષ્મીની કૃપાથી 4 રાશિઓનું રોજ વધશે બેન્ક બેલેન્સ
Devshayani Ekadashi 2024: પંચાંગ અનુસાર આ વર્ષે 17 જુલાઈ 2024 અને બુધવારે દેવશયની એકાદશી ઉજવાશે. આ દિવસે કેટલાક શુભ યોગ પણ બની રહ્યા છે જે દિવસે દેવપોઢી એકાદશીને વિશેષ બનાવે છે. આ વર્ષે દેવશયની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિધ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ બની રહ્યા છે. આ યોગના કારણે દેવશયની એકાદશી અત્યંત શુભ સાબિત થશે.
Trending Photos
Devshayani Ekadashi 2024: દેવશયની એકાદશીથી ભગવાન પોઢી જાય છે. ત્યાર પછી 4 મહિના સુધી કોઈ શુભ કાર્ય થઈ શકતા નથી. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રામાં પોઢી જાય છે. ત્યાર પછી દેવઉઠી એકાદશીથી ભગવાન વિષ્ણુ જાગે છે. અને તુલસીજી સાથે વિવાહ કરે છે. તુલસી વિવાહ પછી બધા જ શુભ અને માંગલિક કાર્ય ફરીથી શરૂ થાય છે.
પંચાંગ અનુસાર આ વર્ષે 17 જુલાઈ 2024 અને બુધવારે દેવશયની એકાદશી ઉજવાશે. આ દિવસે કેટલાક શુભ યોગ પણ બની રહ્યા છે જે દિવસે દેવપોઢી એકાદશીને વિશેષ બનાવે છે. આ વર્ષે દેવશયની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિધ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ બની રહ્યા છે. આ યોગના કારણે દેવશયની એકાદશી અત્યંત શુભ સાબિત થશે. આ દિવસે દેવશયની એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
4 રાશિઓ માટે શુભ છે દેવશયની એકાદશી
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે દેવપોઢી એકાદશી લાભકારી છે. કારકિર્દીમાં સફળતા મળશે. આર્થિક લાભ થશે. વિચાર સકારાત્મક થશે. લાભ પ્રાપ્ત થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે દેવશયની એકાદશી શુભ છે. જીવનમાં સકારાત્મક સમયની શરૂઆત થશે. જૂની સમસ્યાઓનો અંત આવશે. સંબંધો સુધરશે. ધન લાભના પ્રબળ યોગ.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે દેવશયની એકાદશી લાભકારી છે. રાજકારણમાં સક્રિય લોકો માટે સારો સમય. વેપાર સારો ચાલશે. પૈસા કમાવાના નવા વિકલ્પ સામે આવશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે દેવશયની એકાદશી ખાસ બની જશે. પ્રગતિના રસ્તા ખુલશે. રોકાણથી લાભ થશે. નવી નોકરી કે પ્રમોશન મળી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે