Shaniwar Upay: ભાગ્યના બંધ દરવાજા ખોલે છે શનિવારે કરેલા આ 5 ઉપાય, શનિ દેવની કૃપાથી બનશો કરોડપતિ
Shaniwar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. માન્યતા છે કે શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. શનિવારના દિવસે વ્રત કરીને સાંજે પીપળાના ઝાડની નીચે દીવો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
Trending Photos
Shaniwar Upay: હિંદુ ધર્મમાં અઠવાડિયાના સાતે દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે આ દિવસે શનિદેવની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે શનિવારના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવાથી વ્યક્તિના ભાગ્યના બંધ દરવાજા ખુલી જાય છે. જો વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય અથવા તો શનિ સંબંધિત કોઈ કષ્ટ સહન કરવા પડતા હોય તો તેનાથી પણ આ ઉપાય કરવાથી મુક્તિ મળે છે. શનિવારના આ ઉપાય વ્યક્તિનું સૂતું ભાગ્ય જગાડે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. માન્યતા છે કે શનિવારના દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. શનિવારના દિવસે વ્રત કરીને સાંજે પીપળાના ઝાડની નીચે દીવો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિની સ્થિતિ શુભ ન હોય અથવા તો પનોતી કે સાડાસાતી ચાલતી હોય તો શનિવારના દિવસે શનિ બીજ મંત્ર નો 108 વખત જાપ કરવો. આમ કરવાથી વ્યક્તિ પર શનિદેવની કૃપા રહે છે અને શનિદોષથી મુક્તિ મળે છે.
શનિવારે શનિદેવની પૂજા અર્ચના કરવાની સાથે કાગડા અને કાળા કૂતરાને રોટલી ખવડાવી પણ શુભ ગણાય છે. માન્યતા છે કે શનિવારના દિવસે કાળા રંગના કૂતરા જોવા મળે તો તે શુભ સંકેત ગણાય છે. શનિવારના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ગરીબો કે જરૂરિયાતમંદ વ્યક્તિને કાળી છત્રી, ધાબળો, અડદની દાળ જેવી વસ્તુઓ દાનમાં આપી શકાય છે. શનિવારે યથાશક્તિ દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે.
શનિવારના દિવસે શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો પણ ફળદાયી ગણાય છે. શનિવારે શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી શનિદોષથી મુક્તિ મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે