Rahu Ketu Gochar: 30 ઓક્ટોબરથી 3 રાશિઓને રાહુ-કેતુના કષ્ટથી મળશે મુક્તિ, 18 મહિના સુધી મળતો રહેશે લાભ

Rahu Ketu Gochar 2023: 30 ઓક્ટોબરે રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે અને તેના કારણે 12 રાશિના લોકોના જીવનમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે. જો કે ત્રણ રાશિ માટે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન શુભ સાબિત થવાનું છે. આ રાશિના જાતકોના જીવનમાંથી સમસ્યાઓ દૂર થશે અને સારા દિવસોની શરૂઆત થશે.

Rahu Ketu Gochar: 30 ઓક્ટોબરથી 3 રાશિઓને રાહુ-કેતુના કષ્ટથી મળશે મુક્તિ, 18 મહિના સુધી મળતો રહેશે લાભ

Rahu Ketu Gochar 2023: દરેક ગ્રહ નિશ્ચિત સમય અવધીમાં રાશિ પરિવર્તન કરે છે. રાશિ પરિવર્તન કરવામાં સૌથી વધારે સમય શનિ ગ્રહ લગાવે છે. શનિ ગ્રહ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. ત્યાર પછી રાહુ અને કેતુ આવે છે જે રાશિ પરિવર્તન દોઢ વર્ષે કરે છે. વર્ષ 2023 આ ત્રણેય ગ્રહોના રાશિ પરિવર્તનની દ્રષ્ટિએ વિશેષ રહ્યું છે. વર્ષની શરૂઆતમાં શનિ ગ્રહે રાશિ પરિવર્તન કર્યું અને હવે 30 ઓક્ટોબરે રાહુ ગ્રહ મેષ રાશિમાંથી નીકળી મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યારે કેતુ ગ્રહ તુલા રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં ગોચર કરશે.

રાહુ અને કેતુ એવા ગ્રહ છે જે હંમેશા વક્રી અવસ્થામાં ભ્રમણ કરે છે. આ ગ્રહોનું રાશિ પરિવર્તન પણ 12 રાશિના જાતકોના જીવનમાં વિશેષ પ્રભાવ પાડે છે. 30 ઓક્ટોબરે રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરશે અને તેના કારણે 12 રાશિના લોકોના જીવનમાં પણ ઘણા ફેરફાર જોવા મળશે. જો કે ત્રણ રાશિ માટે રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન શુભ સાબિત થવાનું છે. આ રાશિના જાતકોના જીવનમાંથી સમસ્યાઓ દૂર થશે અને સારા દિવસોની શરૂઆત થશે.

રાહુ અને કેતુ આ રાશિઓને કરાવશે લાભ

આ પણ વાંચો:

મેષ રાશિ

રાહુ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં જશે તેના કારણે મેષ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થશે. આ રાશિના લોકોને વિવાદિત મામલે સફળતા પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન તેઓ ધન પણ કમાશે અને બચત પણ કરશે. અટકેલી યોજનાઓ ફરીથી શરૂ થશે અને સફળતા સાથે પૂર્ણ થશે. 

વૃષભ રાશિ

રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના લોકો માટે પણ શુભ સાબિત થવાનું છે. 18 મહિના દરમિયાન આ રાશિના લોકોને અઢળક લાભ થશે. તેમની આવક સતત વધતી જશે. અચાનક કોઈ મોટી ધન રાશિ પ્રાપ્ત થઈ શકે છે. અગાઉ કરેલા રોકાણથી પણ લાભ પ્રાપ્ત થશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.

આ પણ વાંચો:

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોને પણ રાહુ અને કેતુનું રાશિ પરિવર્તન લાભ કરાવશે. જૂની સમસ્યાઓથી રાહત મળશે અને અટકેલું ધન પરત મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આગામી 18 મહિનાનો સમય શાનદાર રહેવાનો છે. વેપારમાં પણ મોટો ધનલાભ થશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને સારી નોકરી મળશે

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news