Asian Games 2023: એશિયાડમાં ભારતે રચ્યો ઈતિહાસ, મેડલની સેન્ચ્યુરી... કબડ્ડી-તીરંદાજીમાં ગોલ્ડ મેડલ

Asian Games 2023 October 6 Live Updates: ચીનના હાંગઝોઉમાં યોજાયેલા એશિયાડ (Asian Games 2023)માં ભારતે ઈતિહાસ રચી નાખ્યો છે. ભારતીય એથલિટ્સ એક પછી એક સતત મેડલ જીતી રહ્યા છે. એશિયન ગેમ્સમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું છે.

Asian Games 2023: એશિયાડમાં ભારતે રચ્યો ઈતિહાસ, મેડલની સેન્ચ્યુરી... કબડ્ડી-તીરંદાજીમાં ગોલ્ડ મેડલ

Asian Games 2023 October 6 Live Updates: ચીનના હાંગઝોઉમાં યોજાયેલા એશિયાડ (Asian Games 2023)માં ભારતે ઈતિહાસ રચી નાખ્યો છે. ભારતીય એથલિટ્સ એક પછી એક સતત મેડલ જીતી રહ્યા છે. એશિયન ગેમ્સમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું છે. ભારતે કુલ 100 મેડલ જીતી લીધા છે. જેમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર, અને 40 બ્રોન્ઝ મેડલ સામેલ છે. 

ભારતે મેડલની સેન્ચ્યુરી મારી
ભારતે એશિયન ગેમ્સમાં પોતાના 100 મેડલ પૂરા કર્યા છે જે ઐતિહાસિક પળ છે. 

HISTORY IS MADE AS INDIA GETS ITS 100 MEDAL AT THE ASIAN GAMES 2022!

This is a testament to the power of dreams, dedication, and teamwork of our athletes involved in the achievement of #TEAMINDIA!

Let this achievement inspire generations to… pic.twitter.com/EuBQpvvVQ3

— SAI Media (@Media_SAI) October 7, 2023

કબડ્ડી ટીમને સુવર્ણ
ભારતીય મહિલા ટીમે કબડ્ડીમાં ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ રોશન કર્યું છે. ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈની ટીમને હરાવીને ભારતીય મહિલા ટીમે ગોલ્ડ મેડલ જીત્યો. 

Our Women's Kabaddi team has emerged victorious, defeating the Chinese Taipei team and securing the coveted Gold Medal 🥇🌟

The unparalleled skill, tenacity, and teamwork of the women's team have brought glory to the nation🥳. And… pic.twitter.com/SG9Qq1rZzu

— SAI Media (@Media_SAI) October 7, 2023

તીરંદાજીમાં ગોલ્ડ, સિલ્વર
કમ્પાઉન્ડ આર્ચરીમાં ભારત માટે પ્રવીણ ઓજસ અને અભિષેક વર્માએ કમાલ કરી નાખ્યો. પ્રવીણે ગોલ્ડ મેડલ જીત્યો તો અભિષેકે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. ભારતના આ બંને ખેલાડીઓ વચ્ચે ફાઈનલ હતી. 

🏹Compound Archers Pravin Ojas Deotale (#KheloIndiaAthlete) and @archer_abhishek win the GOLD🥇 and SILVER 🥈respectively at the #AsianGames2022. 🤩🥳

This is the 8th and 9th medal for India and the 6th Gold medal in Compound Archery 🤩

— SAI Media (@Media_SAI) October 7, 2023

અદિતિએ બ્રોન્ઝ જીત્યો
કમ્પાઉન્ડ આર્ચરીમાં ભારત માટે મહિલા તીરંદાજ અદિતિએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. તે ત્રીજા નંબરે રહી.

🇮🇳's 🔝 Compound Archer and #KheloIndiaAthlete Aditi Gopichand Swami settles for a Bronze medal after defeating Indonesia
at the #AsianGames2022 👏🔥

— SAI Media (@Media_SAI) October 7, 2023

જ્યોતિ સુરેખાએ જીત્યો ગોલ્ડ
ભારતની મહિલા આર્ચર જ્યોતિ સુરેખાએ દમદાર ખેલનું પ્રદર્શન કરતા એશિયન ગેમ્સ 2023ના 14માં દિવસે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 

With this, Jyothi has won a total of 3️⃣ Gold at AG👌🏻🌟

Super proud of you, champ!! Keep Shining🌟#Cheer4India#JeetegaBharatpic.twitter.com/SmvgAj8NZn

— SAI Media (@Media_SAI) October 7, 2023

અત્યાર સુધીમાં ભારતને 100 મેડલ મળ્યા
ભારતે આ એશિયાડમાં અત્યાર સુધીમાં કુલ 100 મેડલ મેળવી લીધા છે. જેમાં 25 ગોલ્ડ મેડલ સામેલ છે. જ્યારે 35 સિલ્વર મેડલ અને 40 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતીય ખેલાડીઓએ અદભૂત ખેલનું પ્રદર્શન કરતા આ મેડલ પોતાના નામે કરીને દેશનું નામ રોશન કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news