અધિકમાસની પૂર્ણિમા પર સર્જાશે 3 પુણ્યશાળી યોગ, આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે લક્ષ્મી-નારાયણ

Adhik Maas Purnima: પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરી પ્રસાદ લેવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. આ વર્ષે અધિક મહિનાની પૂનમના દિવસે ખાસ યોગ પણ સર્જાઈ રહ્યો છે જેના કારણે આ દિવસ વિશેષ બની જશે. આ દિવસે માતા લક્ષ્મી અને ચંદ્રની પૂજા કરવાથી ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

અધિકમાસની પૂર્ણિમા પર સર્જાશે 3 પુણ્યશાળી યોગ, આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે લક્ષ્મી-નારાયણ

Adhik Maas Purnima: અધિક મહિનાની પૂનમ એક ઓગસ્ટ 2023 અને મંગળવારે ઉજવાશે. અધિક મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને આ મહિનામાં આવતી પૂનમની તિથિ પણ ખાસ બની રહેશે. શાસ્ત્રોનું માનીએ તો અધિક મહિનાની પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અમૃત ફળની પ્રાપ્તિ થાય છે.

આ સાથે જ પૂનમના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરી પ્રસાદ લેવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. આ વર્ષે અધિક મહિનાની પૂનમના દિવસે ખાસ યોગ પણ સર્જાઈ રહ્યો છે જેના કારણે આ દિવસ વિશેષ બની જશે. આ દિવસે માતા લક્ષ્મી અને ચંદ્રની પૂજા કરવાથી ધન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો:

અધિક માસની પૂર્ણિમાના શુભ યોગ

અધિક મહિનાની પૂનમની તિથિ પર પ્રીતિ યોગ, આયુષ્માન યોગ અને સિંહ રાશિમાં બુદ્ધ અને શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ યોગ પણ સર્જાઈ રહ્યો છે. આ ત્રણ યોગના કારણે પૂર્ણિમાની તિથિ વિશેષ ફળ આપનાર સાબિત થશે.

અધિક મહિનાની પૂનમના દિવસે નદીમાં સ્નાને કરવાથી પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ સાથે જ આ દિવસે તુલસીની પૂજા કરવી અને ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવી સાથે જ સાંજના સમયે તુલસી પાસે દીવો કરવો. પૂનમની તિથિ પર જ્યારે ચંદ્રનો ઉદય થાય ત્યારે તેને અર્ધ્ય આપવાથી પણ લાભ થાય છે.
 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news