ઘરમાં રૂપ રૂપના અંબાર સમાન પત્ની હોય તો પણ પતિને પડોશણને કેમ લાગે છે પ્યારી, આ કારણે લલચાય છે મન

વ્યક્તિને હંમેશા બીજાની થાળીમાં ઘી વધુ દેખાય છે, આ કહેવત તમે જરૂર સાંભળી હશે. અર્થ છે કે આપણી પાસે જે કંઈ છે તે હંમેશા ઓછુ રસપ્રદ અને બીજાની પાસે છે તે વધુ રસપ્રદ લાગે છે. આ મનુષ્યનો સ્વભાવ હોય છે.

ઘરમાં રૂપ રૂપના અંબાર સમાન પત્ની હોય તો પણ પતિને પડોશણને કેમ લાગે છે પ્યારી, આ કારણે લલચાય છે મન

નવી દિલ્હીઃ ક્યાંકને ક્યાંક તેઓ પોતાની આઝાદી છીનવાઈ જવા બદલ પત્નીને પણ જવાબદાર ગણી લેતા હોય છે. પછી તો સ્થિતિ એવી પણ પેદા થઈ જતી હોય છેકે તેઓ તેમની પત્નીને બાજુ પર હડસેલી દુનિયાની બીજી મહિલાઓને સારી ગણવા લાગતા હોય છે. જો કે પતિનું આમ કરવા પાછળ બીજા પણ અનેક કારણો હોય છે. લગ્ન બાદ પુરુષ અને સ્ત્રીના જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જતા હોય છે. બંનેએ પોતાની એ આદતોમાં સુધાર કરવો પડે છે જે જીવનસાથીને દુખી કરી શકે છે. આ ચીજને કરવામાં સૌથી વધુ પરેશાની પુરુષોને થતી હોય છે. કારણ કે લગ્ન પહેલા તેઓ કોઈ પણ રોકટોક પહેલા રહેતા હોય છે. આવામાં અચાનક લગ્ન થઈ જાય પછી આદતો સુધારવામાં મુશ્કેલી પડતી હોય છે.  આજે અમે તેમને એવા જ કેટલાક કારણો વિશે જણાવીશું કે પત્ની ગમે તેટલી સુંદર, સુશીલ હોય પરંતુ પતિને કેમ બીજાની પત્ની કે પારકી મહિલા પાછળ મન લાગતું હોય છે. 

સંબંધમાં કંટાળો પેદા થવો
પુરુષનું મન ખુબ ચંચળ હોય છે. જો તેમને કોઈ ચીજમાં મજા ન આવે તો તેઓ તરત તે વસ્તુથી અંતર જાળવી લે છે. પરંતુ લગ્નના સંબંધમાં રહેવાની મજબૂરીના કારણે તેઓ પોતાના જીવનસાથી સાથે આમ કરી શકતા નથી. પણ એ વાત તેમને હંમેશા એવો અહેસાસ કરાવતો રહે છે કે તેઓ તેમના લગ્નમાં ખુશ નથી. આ પોઈન્ટ પર તેમને તેમની પત્ની નહીં પરંતુ બીજાની પત્ની કે પારકી મહિલા સારી લાગતી હોય છે. 

પત્ની સાથે દરેક વાત પર ઝઘડો થવો
તારી લાઈફ સારી યાર...તારી પત્ની કેટલી સીધી છે...દરેક વ્યક્તિ ઈચ્છે કે તે હંમેશા તેની ઈચ્છા મુજબ જીવે. તેણે કોઈને જવાબ ન આપવો પડે. પરંતુ જ્યારે પત્ની તેજ હોય તો પુરુષોની સુખ શાંતિ જાણે છીનવાઈ ગયું એવું તેમને ફીલ થાય છે. તેમને એવા લોકોની પત્ની ગમતી હોય છે કે જે તેમના પતિથી દબાઈને રહેતી હોય. તેમના ખોટા કામો વિશે પૂછવાની હિંમત સુદ્ધા ન હોય. 

પત્ની પરવા ન કરતી હોય
દરેક પતિ ઈચ્છે છે કે તેની પત્ની તેની દરેક પસંદ નાપસંદનું ધ્યાન રાખે. પરંતુ જ્યારે એવું ન થાય ત્યારે તે પત્નીથી ઈમોશનલી દૂર થવા લાગે છે અને જ્યારે તે બીજાની  પત્નીમાં આ વસ્તુ જુએ તો તે બીજાની પત્નીના વખાણ કરતા પોતાને રોકી શકતો નથી. 

મનમાં રહેલી અધૂરી ઈચ્છાઓ
દરેક વ્યક્તિના મનમાં તેના જીવનસાથી અંગે એક છબી બનેલી હોય છે. જેને પામવાની તેને હંમેશા ઈચ્છા હોય છે. પરંતુ રિયલ લાઈફમાં આવી જ વ્યક્તિ મળે તે જરૂરી નથી હોતું. આવામાં વ્યક્તિ જે પણ મળે તેમાં સંતોષ મેળવવાનું શીખી જાય છે. પરંતુ જ્યારે તે કોઈ બીજામાં આ ગુણો જુએ તો તે તેના તરફ ખેંચાતો જાયછ ે. આવામાં જો તમારા પતિ કોઈ અન્ય મહિલાના બહુ વખાણ કરે તો શકય છે કે તેઓ હંમેશાથી એવી સ્ત્રીને પોતાની પત્ની તરીકે ઈચ્છતા હોય તેવું પણ હોઈ શકે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news