Relationship: ફ્રેન્ડ્સ વિથ બેનિફીટ એટલે શું ? આ રિલેશનશીપમાં કપલે કઈ વાતોનું રાખવું ધ્યાન ?

Relationship: ફ્રેન્ડ્સ વિથ બેનિફીટ આ શબ્દ તમે પણ ઘણીવાર સાંભળ્યો હશે. પરંતુ મોટાભાગના લોકો ખરેખર આ પ્રકારના સંબંધોનો અર્થ નથી જાણતા. સાથે જ આ પ્રકારના સંબંધોમાં જો કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો સંબંધોની સ્થિતિ ખરાબ થઈ શકે છે.
 

Relationship: ફ્રેન્ડ્સ વિથ બેનિફીટ એટલે શું ? આ રિલેશનશીપમાં કપલે કઈ વાતોનું રાખવું ધ્યાન ?

Relationship: રિલેશનશીપમાં ફ્રેન્ડસ વિથ બેનિફિટ રિલેશનશીપ પણ ટ્રેંડમાં છે. આજના સમયમાં કપલ આ પ્રકારના રિલેશનશીપનો કોન્સેપ્ટ વધી રહ્યો છે. આ રિલેશનશીપમાં લડાઈ-ઝઘડાની ચિંતા રહેતી નથી. પરંતુ આ પ્રકારના રિલેશનશીપમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તો તમને જણાવીએ ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ એટલે શું અને તેમાં કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું.

ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ એટલે શું ?

ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ એટલે એવો સંબંધ જેમાં બે વ્યક્તિ એકબીજા સાથે શારીરિક રીતે જોડાય છે પરંતુ તેઓ એકબીજાને લઈને પ્રતિબદ્ધ હોતા નથી. આવા રિલેશનશીપમાં લોકો એકબીજા સાથે થોડો સમય પસાર કરે છે. આ સંબંધો રોમાંટિક હોતા નથી. તેમાં કોઈ બંધન પણ હોતું નથી. 

કઈ કઈ વાતોનું રાખવું ધ્યાન ?

1. ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ રિલેશનશીપમાં ઈમોશનલી અટેચ થવું નહીં. પાર્ટનરને પોતાની લાઈફનો ભાગ ન બનવા દો. જો તમે આ પ્રકારના રિલેશનશીપમાં કોઈ સાથે ઈમોશનલી અટેચ થાવ છો તો ભવિષ્યમાં તકલીફ પડે છે. 

2. ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ રિલેશનશીપમાં પાર્ટનરને રોક-ટોક કરવી નહીં. કારણ કે આ પ્રકારના રિલેશનશીપમાં પાર્ટનર પર તમારો હક હોતો નથી કે તેને તમે તેની લાઈફ અને તેના નિર્ણયોને લઈ રોકટોક કરી શકો.

3. ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ રિલેશનશીપમાં એકબીજા સાથે વધારે સમય પસાર ન કરો. કારણ કે વધારે સમય સાથે રહેવાથી એકબીજાથી અટેચ થઈ જવાય છે. જે તમારી ફિલીંગ્સને હર્ટ કરી શકે છે. 

4. આ પ્રકારના રિલેશનશીપમાં પાર્ટનરને તમારી લાગણીથી વધારે મતલબ હોતો નથી. તેથી પોતાની લાગણી પાર્ટનર સાથે શેર ન કરો.

5. આ પ્રકારના રિલેશનશીપનું ભવિષ્ય હોતું નથી તેથી પોતાના સંબંધોને સમાજ સામે જગજાહેર ન કરો. આમ કરવાથી તમારી બદનામી થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news