લફરાંમાં ફસાઈ ગયા? આ રીતે મેળવો લગ્નેત્તર સંબંધથી છૂટકારો અને બચાવો લગ્નજીવન

તમે જો ભૂલેચૂકે એકસ્ટ્રા મેરિટલ અફેરની જંજાળમાં ફસાઈ જાઓ તો બહાર નીકળવું પછી તમારા માટે મુશ્કેલ બનતું હોય છે. જો કે અહીં અમે તમને જણાવીશું કે તમારા જીવનમાં જો આવું કઈ થયું હોય તો તમે તેમાંથી કેવી રીતે બહાર આવી શકો અને તમારી  ભૂલ સુધારી શકો. 

લફરાંમાં ફસાઈ ગયા? આ રીતે મેળવો લગ્નેત્તર સંબંધથી છૂટકારો અને બચાવો લગ્નજીવન

લગ્ન પછી પાર્ટનરને છોડીને અન્ય વ્યક્તિ સાથે બંધાયેલા સંબંધ કોઈ  કાળે ઠીક ગણાવી શકાય નહીં. કારણ કે લગ્ન એક પવિત્ર સંબંધ છે અને તેમાં દગાને કોઈ સ્થાન નથી. જો કે એવું બનતું હોય છે કે ક્યારેક લગ્નજીવનમાં કોઈ કારણસર ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થઈ જાય છે. જીવનસાથી પ્રત્યે વફાદાર હોવા છતાં કોઈ ત્રીજી વ્યક્તિ જીવનમાં પ્રવેશ કરી જાય છે. તેના માટે હ્રદયમાં લાગણીઓ વિક્સી જાય છે. 

જો કે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય ત્યારે આવી ભાવનાઓને યોગ્ય ઠેરવવી ખુબ સરળ હોય છે પરંતુ એક સમય બાદ તે તમારા માથાનો દુખાવો બનતા વાર લાગતી નથી. આવું એટલા માટે કારણ કે તમે જો ભૂલેચૂકે એકસ્ટ્રા મેરિટલ અફેરની જંજાળમાં ફસાઈ જાઓ તો બહાર નીકળવું પછી તમારા માટે મુશ્કેલ બનતું હોય છે. જો કે અહીં અમે તમને જણાવીશું કે તમારા જીવનમાં જો આવું કઈ થયું હોય તો તમે તેમાંથી કેવી રીતે બહાર આવી શકો અને તમારી  ભૂલ સુધારી શકો. 

અફેરનું કારણ શોધો
મોટાભાગના અફેરની શરૂઆત લગ્ન જીવનમાં પરેશાનીના કારણે શરૂ થતા હોય છે. આવામાં સૌથી પહેલા તો તમે અફેરનું કારણ શોધો અને તમારા પાર્ટનર સાથે વાત કરો. લગ્નેત્તર સંબંધમાંથી બહાર આવવા માટેનું આ સૌથી કપરો તબક્કો છે પરંતુ આમ છતાં જીવનસાથીને તેના વિશે બતાવવું ખુબ જરૂરી છે. તમે ભરોસો કરીને તમારા પાર્ટનરને અફેર વિશે જણાવો. તેમને સમજાવો કે કઈ સ્થિતિમાં તમે આ પગલું ભર્યું હતું અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનું વચન આપો. 

સંપર્ક બંધ કરી દો
જો તમે ખરેખર લગ્નેત્તર સંબંધમાંથી બહાર આવવા માંગતા હોવ તો તમારા પ્રેમીને તમારા નિર્ણય વિશે જણાવવું પડશે. તેને બધુ જણાવ્યાં બાદ તેની સાથે તમામ પ્રકારની વાતચીત બંધ કરી દો. તમારા અફેરમાંથી બહાર નીકળવાની આ સૌથી સારી રીત છે. એટલું જ નહીં તમે ધીરે ધીરે એ ચીજો પ્રત્યે પાછા ફરો જેને તમે પાછળ છોડીને આવ્યા છો. તમે ગેરકાયદેસર સંબંધોમાંથી ત્યારે જ બહાર આવી શકશો કે જ્યારે તમે તમારા જીવનસાથીને પહેલાની જેમ સ્વીકારી લેશો. 

કાઉન્સિલરની મદદ લો
જો તમે લાખ  કોશિશો બાદ પણ લગ્નેત્તર સંબંધમાંથી બહાર આવી શકતા ન હોવ તો તમે કાઉન્સિલરની મદદ લઈ શકો છો. આવું એટલા માટે કારણ કે એક સારા મેરેજ કાઉન્સિલર તમને અફેરમાંથી બહાર નીકળવાનો યોગ્ય રસ્તો બતાવી શકે છે. અમે સારી રીતે જાણીએ છીએ કે ભૂતકાળથી પીછો છોડાવવો એક મોટું પગલું છે. પરંતુ આમ કરીને તમે આવનારી મોટી મુશ્કેલીથી બચી શકશો. એટલું જ નહીં તમે તમારા જીવનસાથીને પણ તમારી સમસ્યાઓમાં સામેલ કરો. 

ઝઘડા થઈ શકે, પણ કોશિશ કરવાનું ન છોડો
જ્યારે પતિ કે પત્ની રસ્તેથી ભટકી જાય છે ત્યારે મામલો ડિવોર્સ સુધી પણ પહોંચી શકે તેમાં કોઈ બેમત નથી. કારણ કે લગ્ન સંબંધનો પાયો ભરોસા પર ટકેલો છે. આવામાં એ પણ સામાન્ય છે કે અફેરની જાણ થયા બાદ કપલ વચ્ચે ઝઘડા થાય. પરંતુ આ સમય પાછળ હટવાનો બિલકુલ નથી. આ દરમિયાન તમારે તમારા સાથીની મદદ કરવી જોઈએ. બંને પતિ પત્નીએ એકબીજા પર વિશ્વાસ  બનાવવા અને અંતર દૂર કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news