પોતાના પતિને છોડી બીજા પુરૂષને પ્રેમમાં કેમ પડી જાય છે મહિલાઓ? ચોંકાવી દેશે આ 5 કારણ
એક બીજાની સાથે સાત જન્મો સુધી સાથ આપવાનું વચન આપનાર પતિ-પત્ની આખરે લગ્ન બાદ કોઈ બીજાના પ્રેમમાં કેમ પડી જાય છે. તેનો કોઈ ચોક્કસ જવાબ નથી પરંતુ કેટલાક કારણ જરૂર છે. જે તમને ચોંકાવી દેશે.
Trending Photos
પતિ-પત્નીનો સંબંધ પ્રેમ-સન્માન અને વિશ્વાસના પાયા પર ટકેલો હોય છે. તેમાંથી કોઈ એક વસ્તુની કમી સંબંધોને ખોખલા બનાવી દે છે અને ઘણીવાર બંને વચ્ચે કોઈ ત્રીજાની એન્ટ્રી થઈ જાય છે. આજના સમયમાં લગ્ન બાદ કોઈ બીજા સાથે સંબંધ બનાવવો, એટલે કે પાર્ટનર સાથે ચીટ કરવું ખુબ સામાન્ય થઈ રહ્યું છે. કોઈ એક જેન્ડર પર તેનો બધો દોષ ઠાલવી નાખવો જરાય બરોબર નથી કારણ કે આજે પુરૂષ અને સ્ત્રી એકબીજા સાથે છેતરપિંડી કરવામાં જરાય પાછળ નથી. પરંતુ શું આ વસ્તુ પાછળ કોઈ કારણ છે? કારણ જરૂર છે પરંતુ દર વખતે તે લાગૂ પડતા નથી. એટલે કે કોઈ સીધો જવાબ નથી. પરંતુ અમે આજે તમને કેટલાક કારણ જરૂર જણાવીશું, જેના કારણે હંમેશા એક પત્ની પોતાના પતિને દગો આપે છે.
પ્રેમ અને સન્માનની કમી
મહિલાઓની દુનિયા ખુબ નાની છે. તેનું જીવન પોતાના પતિ, બાળકો અને પરિવારની આસપાસ ફરે છે અને તેના બદલામાં તેને જોઈએ ભરપૂર સન્માન અને પ્રેમ. મહિલાને જ્યારે તેના પતિ પાસેથી ભરપૂર પ્રેમ અને સન્માન નથી મળતું, તો તેનું મન પોતાના સંબંધમાંથી વિખુટુ પડવા લાગે છે. તેવામાં તેને જ્યાં થોડો પ્રેમ અને સન્માન મળે તે તરફ ખેંચાઈ છે. આવી સ્થિતિમાં તે પોતાના પતિને દગો આપી શકે છે.
ફિઝિકલ સંતોષ ન મળવો
પતિ-પત્નીનો સંબંધ દુનિયાના બીજા સંબંધોથી અલગ છે. આ સંબંધમાં ન માત્ર મન મળવું જરૂરી છે પરંતુ શારીરિક જરૂરીયાત પૂરી થવી પણ મહત્વની છે. તેવામાં જ્યારે સમયની સાથે કે અન્ય કારણે પતિ-પત્ની વચ્ચે ઇન્ટિમેસી ખતમ થવા લાગે છે તો બંનેના સંબંધમાં અંતર આવવા લાગે છે. ઘણીવાર એક પત્ની શારીરિક રૂપથી પોતાના પતિથી સંતુષ્ટ થતી નથી તેવામાં તેનું મન બીજા પુરૂષો તરફ આકર્ષિત થાય છે.
પતિ સમય ન આપે
કોઈપણ સંબંધને મજબૂત બનાવવા માટે સમય આપવો જરૂરી છે. આ વાત પતિ-પત્નીના સંબંધ પર પણ લાગૂ થાય છે. તેવામાં જ્યારે પતિ ઘણીવાર કામની વ્યસ્તતાને કારણે કે કોઈ અન્ય કારણે પત્નીને સમય ન આપે તો સંબંધોમાં ખટાસ આવી શકે છે. આવી સ્થિતિમાં પણ ઘણીવાર મહિલાઓ બીજા પુરૂષો પ્રત્યે આકર્ષિત થાય છે. સામાન્ય રીતે તેને જે પુરૂષો તરફથી ખુબ અટેન્શન મળે છે તેની તરફ ઝુકાવ થવા લાગે છે.
બિનજરૂરી લડાઈ
લડાઈ-ઝગડો કોઈને પસંદ ન હોય. તેવામાં જ્યારે સાથે રહેતા પતિ-પત્ની વચ્ચે વધુ લડાઈઓ થવા લાગે તો વાત કંકાસ સુધી પહોંચી જાય છે. પત્ની ખુલીને પોતાની કોઈ વાતને પતિ સામે રજૂ ન કરી શકે તો આવી સ્થિતિમાં તે બીજા પુરૂષો તરફ ઝુકવા લાગે છે. આ સિવાય જ્યારે પતિ કોઈ કારણ વગર પત્ની પર પ્રતિબંધો લગાવે, વારંવાર ટોકટોક કરે, ત્યારે પણ મહિલાઓ પતિથી દૂર થવા લાગે છે અને બીજા તરફ આકર્ષિત થાય છે.
આર્થિક તંગી પણ બને છે કારણ
ઘણીવાર મહિલાઓ આર્થિક સમસ્યાઓથી પરેશાન થઈને પ્રેમમાં દગો આપે છે. લગ્ન બાદ જ્યારે પતિ, પત્નીની દરેક જરૂરીયાત પૂરી ન કરી શકે, નાની-નાની વસ્તુ માટે તેણે સંઘર્ષ કરવો પડે તો ઘણીવાર મહિલાઓ પોતાની જરૂરીયાત પૂરી કરવા માટે બીજા પુરૂષનો સહારો શોધવા લાગે છે. પરંતુ યાદ રાખો કે આ કારણ દરેક મહિલાઓ પર લાગૂ થતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે