First Date: પહેલી ડેટ પર આ 3 પ્રશ્ન પુછવાની ભુલ ભુલથી પણ ન કરતા, લવ સ્ટોરીનો થઈ જશે ધી એન્ડ


First Date: પહેલી ડેટ પર શું કરવું અને શું ન કરવું તેના વિશે જાણકારી હોવી જરૂરી છે. ખાસ કરીને પહેલી ડેટ પર પોતાના પાર્ટનરને કેટલાક પ્રશ્ન પુછવાની ભુલ તો ક્યારેય ન કરવી. આ પ્રશ્ન પુછવાથી લવ સ્ટોરી શરુ થતા પહેલા જ પુરી થઈ જશે. 
 

First Date: પહેલી ડેટ પર આ 3 પ્રશ્ન પુછવાની ભુલ ભુલથી પણ ન કરતા, લવ સ્ટોરીનો થઈ જશે ધી એન્ડ

First Date: જ્યારે પોતાના પાર્ટનર સાથે પહેલી ડેટ પર જવાનું થાય તો દરેક વ્યક્તિ ઈચ્છે કે તેની ઇમ્પ્રેશન સારામાં સારી હોય. પહેલી ડેટને લઈને એક્સાઈટમેન્ટ અને નર્વસનેસ બંને હોય છે. જેના કારણે કેટલીક વખત ગડબડ પણ થઈ જાય છે. પરંતુ વાત જ્યારે પહેલી મુલાકાતની હોય તો કેટલાક પ્રશ્નો સમજી વિચારીને કરવા જોઈએ. પહેલી ડેટ પર એકબીજાને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના માટે પ્રશ્ન પૂછવા જરૂરી છે. પરંતુ આ પ્રશ્ન કેવા હોવા જોઈએ તે પણ ધ્યાનમાં હોવું જરૂરી છે.

ફર્સ્ટ ડેટનો મતલબ છે કે તમે સામેની વ્યક્તિને બસ એક હદ સુધી જ જાણવા માટે પ્રશ્નો કરો. જો તમે તમારી લિમિટ બહાર જઈને પ્રશ્ન પૂછશો તો તમારી પહેલી મુલાકાત આખરી મુલાકાત પણ બની શકે છે અને લવ સ્ટોરી શરૂ થતા પહેલા જ પૂરી થઈ શકે છે. તમે કેવા પ્રશ્નો પૂછો છો તેનાથી સામેની વ્યક્તિના મનમાં તમારી સારી અને ખરાબ ઇમ્પ્રેશન બને છે. ફર્સ્ટ ડેટ પર તમે કોઈપણ પ્રશ્ન પૂછો પરંતુ આ 3 પ્રશ્ન પૂછવાની ભૂલ બિલકુલ ન કરવી. આ 3 પ્રશ્ન પૂછીને તમે જાતે મુસીબતને આમંત્રણ આપશો. 

ડેટિંગ હિસ્ટ્રી 

પહેલી ડેટ પર જતા પહેલા તમે એકબીજાની નજીક આવી ગયા હોય તો પણ ડેટિંગ સમયે પાર્ટનરને તેની ડેટિંગ હિસ્ટ્રી વિશે પ્રશ્ન કરવા નહીં. એટલે કે તેણે પાસ્ટમાં કોઈને ડેટ કર્યા છે કે નહીં તે અંગે પ્રશ્ન પૂછવાનું ટાળવું. ફર્સ્ટ ડેટ પર એકબીજા સાથે કેજ્યુઅલ વાતચીત કરવાનું રાખવું સૌથી વધારે સેફ રહે છે. 

બીજી ડેટ ક્યારે ? 

ફર્સ્ટ ડેટ પર જ બીજી ડેટ અંગે ચર્ચા વિચારણા કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં. આવું કરવાથી સામેની વ્યક્તિને લાગશે કે તમે હદ કરતાં વધારે ઉતાવળા છો. તેથી ફર્સ્ટ ડેટ પર બીજી ડેટ પર ક્યારે જવું છે તે અંગેના પ્રશ્નો કરવા નહીં. હેલ્થી રિલેશનશિપની દ્રષ્ટિએ પણ આ પ્રકારની ઉતાવળ રેડફ્લેગ ગણાય છે. 

સાથે ડિનર કરવાનો પ્રશ્ન

ફર્સ્ટ ડેટ પર થોડો સમય સાથે પસાર કર્યા પછી દિવસનો હેપી એન્ડ કરી દેવો પરફેક્ટ રહે છે. બે ત્રણ કલાક સાથે રહ્યા પછી ડિનર પર જવાની વાત ક્યારેય પૂછવી નહીં. ડેટ સાથે સારો સમય પસાર થયો હોય તો પણ સાથે ડિનર કરવાનો પ્રશ્ન કરવો નહીં. પહેલી જ મુલાકાત પછી વધારે સમય પસાર કરવો અને ખાસ કરીને ડિનર પર સાથે જવું તે તમારી ઈમેજને ખરાબ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news