બ્રેકઅપ બાદ ડિપ્રેશનના કારણે નથી કરી શકતા મુવ ઓન ? આ 5 ટિપ્સ તમને કરશે મદદ

Breakup Depression: જ્યારે તમે પ્રેમમાં હોય ત્યારે એક ક્ષણ માટે પણ વિચાર્યું ન હોય કે તે વ્યક્તિ સિવાય પણ ખુશ રહેવું શક્ય છે. જેના કારણે જ્યારે બ્રેકઅપ થાય છે તો તેની પીડા સહન કરવી પણ મુશ્કેલ થઈ જાય છે. આવી સ્થિતિમાં લોકો ડીપ્રેશનમાં સરી પડે છે. સંબંધ તુટ્યા પછી આગળ ન વધી શકતા લોકો માટે ડીપ્રેશન ભયંકર સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાંથી આ 5 ટિપ્સ ફોલો કરી આગળ વધી શકાય છે.

બ્રેકઅપ બાદ ડિપ્રેશનના કારણે નથી કરી શકતા મુવ ઓન ? આ 5 ટિપ્સ તમને કરશે મદદ

Breakup Depression: સંબંધ તૂટવો એ કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ દુઃખદ હોય છે. તેની સાથે અન્ય સંઘર્ષ અને તેનાથી સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. રિલેશનશિપ બ્રેકઅપ સામાન્ય રીતે ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિ છે. જ્યારે કોઈ વ્યક્તિ રિલેશનથી અલગ થાય છે, ત્યારે તેને ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને એવી 5 ટિપ્સ જણાવીશું, જેના દ્વારા તમે સંબંધ તૂટ્યા પછી સરળતાથી મુવ ઓન કરી શકો અને ડિપ્રેશનમાંથી બહાર આવી શકો.

આ પણ વાંચો:

મિત્રોની મદદ લો
રિલેશન તૂટ્યા પછી યોગ્ય મિત્રોની મદદ લેવી જરૂરી છે. તમારા દુઃખદ અનુભવો તેમની સાથે શેર કરો અને તેમની પાસેથી સલાહ લો. તેઓ તમને આગળ વધવામાં મદદ કરશે.

ખુશ રહો
તમે ખુશ રહેવાનો પ્રયત્ન કરો. ખુશ રહેવા માટે તમારે ફ્રેશ હોવું જોઈએ, તમને જે ગમે છે તે કરો, તમારી હોબીઝ માટે સમય કાઢો અને તમારા જીવનમાં નવી વસ્તુઓ અજમાવો.

તમારા ઇમોશનને વ્યક્ત કરો 
બ્રેકઅપ પછીના ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે પહેલા તમારા ઈમોશન વ્યક્ત કરો. ડિપ્રેશન દરમિયાન લોકો ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થાય છે. તેથી તમે જે પણ અનુભવો છો, તેને અન્ય લોકો સમક્ષ વ્યક્ત કરો જેથી ગુસ્સો અને પસ્તાવો ઓછો થઈ શકે.

આ પણ વાંચો:

નિયમિત કસરત
કસરત કરવાનો પ્રયાસ કરો. કસરત કરવાથી શરીરનું એનર્જી લેવલ વધે છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. સ્ટ્રેસ લેવલ ઘટાડવા ઉપરાંત, જો તમે દરરોજ કસરત કરો છો તો શરીરને ઘણા સેહતમંદ ફાયદાઓ પણ થશે.

સારી ઊંઘ લો
વધુ પડતા સ્ટ્રેસને ઓછો કરવા માટે વધુ ઊંઘવાનો પ્રયાસ કરો. સૂવાથી સંપૂર્ણ ઊંઘ આવવાથી શરીર અને મન બંને તાજગી અનુભવે છે અને તણાવનું સ્તર ઓછું થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news