Relationship: લગ્ન પછી ફક્ત પ્રેમથી નથી ચાલતું, પતિ-પત્ની વચ્ચે આ વસ્તુઓ હોવી પણ જરૂરી
Relationship: લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે ફક્ત પ્રેમની લાગણી હોય તેનાથી કામ ચાલતું નથી. સંબંધ નિભાવવા માટે અન્ય કેટલાક પરીબળો પણ જવાબદાર અને જરૂરી હોય છે જેને ધ્યાનમાં રાખવામાં આવે તો જ સંબંધ ટકી રહે છે.
Trending Photos
Relationship:એ વાતમાં કોઈ શંકા નથી કે લગ્ન જીવનને ટકાવી રાખવા માટે પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય તે જરૂરી છે. સંબંધ પ્રેમ અને વિશ્વાસ પર જ ટકેલો હોય છે. પરંતુ એક સંબંધને વર્ષો સુધી જાળવી રાખવા માટે ફક્ત પ્રેમથી કામ ચાલતું નથી. પ્રેમની સાથે સંબંધમાં પાંચ અન્ય પરિબળો પણ મહત્વના હોય છે. આ 5 બાબતો વિશે પણ પતિ પત્નીએ ધ્યાન રાખવું જરૂરી છે. જો પતિ પત્ની આ પાંચ મુદ્દા ને ધ્યાનમાં નથી લેતા તો લગ્નજીવન ટકાવી રાખવું મુશ્કેલ થઈ જાય છે.
લગ્ન જીવન માટે જરૂરી પાંચ વસ્તુઓ
રિસ્પેક્ટ
પ્રેમની સાથે પતિ-પત્નીએ એકબીજાનો આદર પણ કરવો જોઈએ. ક્રોધમાં ક્યારેય એકબીજા સાથે ખરાબ વર્તન કરવું નહીં. ઘણી વખત પ્રેમ ભરપૂર હોય તેમ છતાં જો પતિ પત્ની એકબીજાને રિસ્પેક્ટ ન કરે તો તે ભૂલ સંબંધ પર ભારી પડે છે.
કમ્યુનિકેશન ગેપ
ઘણા લોકોના મનમાં પ્રેમ હોય છે પરંતુ તે વ્યક્ત કરી શકતા નથી. આ ભૂલ પણ કરવી નહીં. સમયે સમયે પોતાના પ્રેમને વ્યક્ત કરો. સાથે જ હંમેશા વાતચીત કરતા રહો. વાતચીત ન કરવાથી ગેરસમજ ઊભી થાય છે.
મુશ્કેલીમાં સાથ
સંબંધોની શરૂઆતમાં તો બધું બરાબર હોય છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ જીવનમાં ઉતાર ચઢાવ પણ આવે છે. જ્યારે સમય મુશ્કેલી ભર્યો હોય ત્યારે પોતાના પાર્ટનરનો સાથ આપો અને તેને એકલા ન છોડો.
હિંસા
લગ્નમાં ઘણી વખત પાર્ટનર એકબીજા પ્રત્યે હિંસાભર્યું વર્તન કરતા હોય છે. આ સ્થિતિ બંને માટે નુકસાનકારક છે. સમજદાર કપલ એ જ હોય છે જે એકબીજા પર ક્યારેય હાથ ન ઉઠાવે.
ધાક ધમકી
ઘણા કપલ વચ્ચે જ્યારે ઝઘડા થાય છે તો તેઓ એકબીજાને છોડી દેવાની ધમકીઓ આપતા હોય છે. આવું કરીને તે સામેની વ્યક્તિને ડરાવે છે. પરંતુ આ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. લાંબા સમય પછી એક સમય આવશે જ્યારે તમારી ધમકીથી કંટાળી પાર્ટનર ખરેખર તમારો સાથ છોડી દેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે