Extramarital Affair: એક્સ્ટ્રા મેરિટલ અફેરના ચક્કરમાંથી બહાર નીકળવા ફોલો કરો આ 5 ટીપ્સ, બચી જશે લગ્નજીવન

Extramarital Affair: ઘણી વખત લોકો અફેર કર્યા પછી તેને છુપાવવા માટે એક પછી એક ભૂલ કરે છે જેનું પરિણામ વધારે ખરાબ આવે છે. આવું કરવાની બદલે તમે આ 5 ટીપ્સ ફોલો કરી શકો છો. આ 5 વાતોને ફોલો કરવાથી લગ્નજીવન ફરીથી ટ્રેક પણ આવી જશે અને અફેરના ચક્કરમાંથી બહાર પણ નીકળી શકાશે. 

Extramarital Affair: એક્સ્ટ્રા મેરિટલ અફેરના ચક્કરમાંથી બહાર નીકળવા ફોલો કરો આ 5 ટીપ્સ, બચી જશે લગ્નજીવન

Extramarital Affair: અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ લગ્ન એક પવિત્ર સંબંધ છે. તેને પતિ અને પત્ની બંનેએ સાથે મળીને ચલાવવાનો હોય છે. કોઈની સાથે લગ્નના બંધનમાં બંધાયા પછી અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખવા યોગ્ય નથી. સ્ત્રી હોય કે પુરુષ એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે તો તે બિલકુલ વ્યાજબી નથી. જો તમે ભૂલથી પણ આ ચક્કરમાં પડી ગયા હોય અને પસ્તાવો થઈ રહ્યો હોય તો લગ્ન જીવનને તોડ્યા વિના એક્સ્ટ્રા મેડિકલ અફેરમાંથી બહાર કેવી રીતે આવવું તેની પાંચ ટીપ્સ તમને જણાવીએ. 

ઘણી વખત લોકો અફેર કર્યા પછી તેને છુપાવવા માટે એક પછી એક ભૂલ કરે છે જેનું પરિણામ વધારે ખરાબ આવે છે. આવું કરવાની બદલે તમે આ 5 ટીપ્સ ફોલો કરી શકો છો. આ 5 વાતોને ફોલો કરવાથી લગ્નજીવન ફરીથી ટ્રેક પણ આવી જશે અને અફેરના ચક્કરમાંથી બહાર પણ નીકળી શકાશે. 

પાર્ટનર સાથે વાત કરો 

એક્સ્ટ્રા મેરિટલ અફેર સુખી પરિવારને પણ વેરવિખેર કરી નાખે છે. ઘણા કપલના તો અફેરના કારણે ડિવોર્સ થઈ જતા હોય છે. આવું થવા ન દેવું હોય તો અફેર અંગે પોતાના પાર્ટનર સાથે વાત કરવી. સાથે જ તેને સમજાવો કે કઈ સ્થિતિમાં આ સંબંધ શરૂ થયા હતા અને સાથે જ તમે તે સંબંધને પૂરા કરી ચૂક્યા છો તે વાતનો વિશ્વાસ અપાવો.

અવૈદ્ય સંબંધથી દૂર રહો 

જો કોઈ વ્યક્તિથી ભૂલ થઈ ગઈ હોય અને પછી અવૈદ્ય સંબંધ બંધ કરી દેવા હોય તો જ્યારે ભૂલનો અનુભવ થાય ત્યારથી જ તે વ્યક્તિના સંપર્કમાં રહેવાનું છોડી દો. અફેરમાંથી બહાર આવવાનું પહેલું સ્ટેપ જ આ છે કે તે વ્યક્તિને પણ જણાવી દો કે તમે સંબંધ પૂરા કરી રહ્યા છો અને પછી તેના સંપર્કમાં ન રહો. 

પાર્ટનર સાથે સમય પસાર કરો 

એક્સ્ટ્રા મેરિટલ અફેરમાંથી બહાર આવવું હોય તો ધીરે ધીરે એ બધા કામ કરવાની શરૂઆત કરો જેને તમે અફેરના કારણે છોડી દીધા હતા. સૌથી પહેલા તો પોતાના જીવનસાથી સાથે સમય પસાર કરો જેને અફેરના કારણે મોટાભાગના લોકો અવોઇડ કરવા લાગે છે. સાથે જ જીવનની પ્રાથમિકતા નક્કી કરી લો. 

લગ્ન અને જીવનસાથી વિશે ખુલીને વાત કરો 

એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે લોકો પોતાના લગ્ન વિશે ચર્ચા કરવાનું પણ ટાડે છે. ઘણા લોકો તો સોશિયલ મીડિયા પર પોતાના લગ્ન વિશે જાણકારી છુપાવે પણ છે. જે લોકો અફેરના ચક્કરમાંથી બહાર આવવા માંગે છે તેમણે પોતાના લગ્નને ખુલીને સ્વીકારવા જોઈએ અને પોતાના સાથી તેમજ લગ્ન વિશે ખુલીને વાત કરવી જોઈએ. 

કાઉન્સિલરની મદદ 

અફેરના ચક્કરમાંથી બહાર આવવા માટે કાઉન્સેલરની મદદ પણ લઈ શકાય છે. મેરેજ કાઉન્સિલરની મદદથી તમે અફેરના ચક્કરમાંથી સાચી રીતે બહાર આવી શકો છો અને સાથે જ લગ્નજીવન પણ બચી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news