Weight Loss: હાથીના પગ જેવી જાડી સાથળ પણ થઈ જશે સુડોળ, રોજ કરો આ યોગાસન

Weight Loss: વધેલા વજનથી લગભગ દરેક વ્યક્તિ પરેશાન હોય છે. સ્થૂળતા દિવસેને દિવસે વધતી ગંભીર સમસ્યા છે. મોટાભાગના લોકોને એવું થાય છે કે વજન વધવાની શરૂઆત થાય તો સૌથી પહેલા સાથળ અને કમર પર ચરબી વધવા લાગે. આ રીતે જામેલી ચરબીને દૂર કરવા માટે લોકો ખૂબ મહેનત કરતા હોય છે. જોકે કેટલાક યોગાસન એવા હોય છે જેને રોજ કરવાથી સાથળની ચરબી બરફની જેમ ઓગળી શકે છે. 

વીરભદ્રાસન

1/6
image

સાથળની ચરબી વધી જાય તો તે ખૂબ જ ખરાબ દેખાય છે. તેના કારણે લોકોને ભારે સમસ્યા થાય છે. તેવામાં જો તમે અડધી કલાક સમય કાઢીને યોગ કરો છો તો ઝડપથી ફાયદો થાય છે. સાથળની ચરબીને ઓછી કરવા માટે વીરભદ્રાસન કરવાથી લાભ થાય છે.

નૌકાસન

2/6
image

નૌકાસનથી પણ તમને ફાયદો થવા લાગશે. આ આસન કરવાથી સાથળ અને કમરની ચરબી ઝડપથી ઉતરે છે સાથે જ પાચનની સમસ્યામાં પણ ફાયદો થાય છે.

ઉત્કટાસન

3/6
image

આ આસન નિયમિત કરવું જોઈએ. આ આસન એવું છે જેને તમે ખાલી સમયમાં ઘર કે ઓફિસ કોઈપણ જગ્યાએ સરળતાથી કરી શકો છો તેનાથી શરીરનું સંતુલન જળવાય છે.

ત્રિકોણાસન

4/6
image

ત્રિકોણાસન પણ તમે સરળતાથી કરી શકો છો. તેનાથી શરીર સશક્ત થાય છે. સાથે જ સાથળ અને કમરની ચરબી દૂર કરવામાં પણ મદદ મળે છે.

જમ્પિંગ જેક

5/6
image

આ યોગાસન કરવાની સાથે જમ્પિંગ જેક કરવું પણ ફાયદાકારક છે. શરીરને ફિટ રાખવા માટે આ એક્સરસાઇઝ ખૂબ જ ફાયદાકારક છે તેનાથી હાર્ટ પણ મજબૂત થાય છે.

6/6
image