Yearly Horoscope: મીન રાશિના જાતકો માટે કેવું રહેશે વિક્રમ સવંત 2081, જાણો તમારૂ વાર્ષિક રાશિફળ

Yearly Horoscope મીન રાશિ : વિક્રમ સંવત ૨૦૮૧ ના  વર્ષની શરૂઆતમાં વૃષભ નો  ગુરુ તમારી રાશિ થી  ત્રીજા  ભાવે ભ્રમણ કરે છે જેથી નોકરી વ્યવસાયમાં સ્થળ પરિવર્તનના યોગ બને નાનો મોટો ફ્લેશ થાય  થોડી ઘણી આર્થિક સમસ્યા ઊભી થાય 

1/5
image

 તા. ૧૪-૦૫-૨૦૨૫થી  મિથુન રાશિ નો ગુરુ  તમારી રાશિથી ચોથા સુખ ભાવમાંથી  ભ્રમણ કરશે જે  વેપાર ધંધા નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે આવકમાં વધારો થશે માલ મિલકત વધશે મકાન વાહન ગાડી સુખ વધશે વૈભવ માં વધારો થઈ શકે યસ પ્રતિષ્ઠા ની પ્રાપ્તિ કરાવે

2/5
image

વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારા બારમા વ્યયસ્થાને આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાસે માંથા પરથી પસાર થાય છે  જે માનસિક ચિંતા અને બેચેની ઉપજાવી વેપાર ધંધા નોકરીમાં નાની મોટી સમસ્યા આપે પનોતી નો સમય હોવાથી હનુમાનજીની ઉપાસના કરવી શનિદેવની ઉપાસના કરવી સમય શાંતિથી પસાર કરવો ખૂબ મોટા સાહસો થી બચવું ઉતાવળિયા નિર્ણયો ના લેવા

3/5
image

તા.૨૯-૦૩-૨૫થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરતા તમારી રાશિમાં આવશે. અહીં સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થશે. અહીં તમે કર્મને ધર્મ માનીને  સંયમ પૂર્વક કાર્ય કરશો તો મુશ્કેલી ઓછી રહેશે ખૂબ મોટા સાહસો થી બચવું શાંતિથી સમય પસાર કરવો ખર્ચ પર કાબુ રાખવો થોડી ઘણી કસોટી નો સમય ગણી શકાય શની ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરશો તો સુડીનો ઘા સોય થી ટડી જશે શનિદેવ કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે કોઈનું  અહિત  નહીં કરો ઉત્તમ કાર્ય કરશો તો નુકસાન નહીં થાય આ સમય પણ શાંતિથી પસાર થશે આ જ સમયમાં ગુરુ પોઝિટિવ છે જેથી તકલીફ ઓછામાં ઓછી પડશે 

સ્ત્રીઓ માટે

4/5
image

સ્ત્રીઓ માટે : આર્થિક શારીરિક રીતે લાભપ્રદ રહે પરંતુ માનસિક ચિંતા અને બેચરની રહ્યા કરે તેમણે પણ શનિ ઉપાસના હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી કૌટુંબી ક્લેશથી દૂર રહેવું કચેરીથી બચવું. ખર્ચ પર કાબુ રાખવો. મિશ્ર ફળ ગણી શકાય કૌટુંબિક તકલીફો કે મનદુઃખના પ્રસંગો બને માનસિક શાંતિ રાખવી

વિદ્યાર્થીઓ માટે

5/5
image

 વિદ્યાર્થીઓ માટે  : આ વર્ષ  શરૂઆતની કઠિનાઈ બાદ સફળતા આપતું વર્ષ ગણી શકાય પરંતુ આ વર્ષ થોડી ઘણી વધુ મહેનત માગી લે તે પ્રમાણે મહેનત કરશો તો ચોક્કસ સારું પરિણામ મળશે શનિ ક્યારે પણ વિદ્યાર્થીઓને પનોતીમાં નડતો નથી કોઈ પણ શંકા રાખવી નહીં.તેમ છતાં પણ માનસિક ચિંતા રહેતી હોય તો શનિદેવ અને હનુમાનજીના દર્શન કરવા અને હનુમાન ચાલીસા કરવા  ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જેવું હોય તો ઉતાવળિયા નિર્ણય ન લેવા ધીમે ધીમે પ્રયત્ન કરવા સફળતા પ્રાપ્ત થશે.

જ્યોતિષી ચેતન પટેલ