ધન રાશિના જાતકો માટે કેટલું શુભ છે વિક્રમ સંવત ૨૦૮૧ નવું વર્ષ? જાણો વાર્ષિક રાશિફળ

Yearly Horoscope: જ્યોતિષ ચેતન પટેલના જણાવ્યા મુજબવિક્રમ સંવત ૨૦૮૧ ના  વર્ષની શરૂઆતમાં વૃષભ નો  ગુરુ તમારી રાશિ થી છઠ્ઠા રોગ-શત્રુ ભાવમાં ભ્રમણ કરે છે. આ સ્થાને ગુરુ અશુભ  ફળદાયી ગણાય  નોકરી વ્યવસાય માં અણબનાવ નુકશાન થઈ શકે આરોગ્ય બાબતે ખૂબ જ સાવચેત રહેવું  નાના મોટા રોગ કે સમસ્યા ઊભી થઇ શકે. 

ધન રાશિ : 

1/5
image

તા.૧૪-૦૫-૨૦૨૫થી  મિથુન રાશિ નો ગુરૂ તમારી રાશિ થી સાતમા સ્થાનમાં રહેશે જેથી કાર્ય સિદ્ધિના યોગો શરૂ થશે  વેપાર ધંધા નોકરીમાં આવક વધશે કામ સફળ થશે સંબંધો મધુર થશે તબિયત સારી થશે લગ્ન ઈચ્છુ કોના લગ્નના યોગ ઉભા થાય.

દાંપત્ય જીવનમાં મધુરતા આવે યસ નામની પ્રાપ્તિ થાય

2/5
image

વર્ષ ની શરૂઆત માં કુંભ રાશિ નો શનિ તમારી રાશિ થી  ત્રીજા પરાક્રમ સ્થાને રહેશે વેપાર ધંધા નોકરીમાં  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત કરવશે  આકસ્મિક ધન પ્રાપ્તિ કરાવે  તમારી જીવનશૈલીમાં પરિવર્તન આવશે  સારો ધન લાભ થાય તેમજ કાર્યો માં સફળતા પ્રાપ્ત થાય  સમાજ માં પ્રતિષ્ઠા વધે.

3/5
image

તા. ૨૯-૦૩-૨૫થી શનિ તમારી રાશિ થી ચોથા સુખસ્યાને આવશે જે માતા- પિત  સાથે અણબનાવ  ઊભો કરે નહિ તેની કાળજી રાખવી, આર્થિક, માનસિક અને શારીરિક તકલીફોનો  એકાએક સામનો કરવો પડે. શેર-સટ્ટાકીય  કાર્યોથી દૂર રહેવું નુકશાની વેઠવી પડે.

સ્ત્રીઓ માટે :

4/5
image

આ વર્ષની શરૂઆત ઘણી શુભ થાય  સામાજિક કાર્યો  માં યશ નામ થાય  નોકરિયાત બહેનો ને કાર્ય સિદ્ધિ અને ધન પ્રાપ્તિ ના યોગ રહે... ૨૯ માર્ચ ૨૦૨૫ પછી નબળો સમય રહે ત્યારબાદ સમય શાંતિ થી પસાર કરવો ખર્ચ પર કાબૂ રાખવો.

વિદ્યાર્થીઓ માટે:

5/5
image

આ વર્ષ શરૂઆત માં  મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ ૨૦૨૫ થી  ઉત્તમ સમય શરૂ થશે જે અભ્યાસ માં સફળતા તેમજ અભ્યાસ અંગે વિદેશ જવામાં સફળતા મળે.