Fruits: બદલાતી ઋતુમાં શરીર માટે અમૃત છે આ 5 ફળ, શરદી-તાવ-ઉધરસ તમારી નજીક પણ નહીં આવે

Fruits: આજે તમને પાંચ એવા ફળ વિશે જણાવીએ જે બદલતા વાતાવરણમાં શરીર માટે ટોનિક જેવું કામ કરે છે. આ પાંચ ફળ બદલતી ઋતુમાં ખાવાથી વાયરલ ઇન્ફેક્શન, શરદી, ઉધરસ જેવી નાની મોટી સમસ્યાઓ આસપાસ પણ નહીં ફરકે. કારણકે આ પાંચ ફળ શરીરને અંદરથી મજબૂત અને નીરોગી રાખવામાં મદદ કરે છે. 

1/6
image

પપૈયુ 

2/6
image

પપૈયું સવારે નાસ્તામાં ખાઈ લેવાથી આખા દિવસ માટેની એનર્જી મળે છે. સાથે જ તે વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનને ખતમ કરવામાં મદદ કરે છે. પપૈયું પોટેશિયમ ફોલેટ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. 

કીવી 

3/6
image

વિટામીન સી થી ભરપુર કીવી વાઈટ બ્લડ સેલ ને વધારવામાં મદદગાર છે. ટીવીમાં વિટામિન કે અને ફોલેટ પણ હોય છે જે ઇન્ફેક્શન સામે લડવા માં મદદ કરે છે. 

જામફળ 

4/6
image

જામફળ હાલ બજારમાં ખૂબ જ મળે છે. આ ઋતુમાં જામફળ ખાવાથી શરીરને જરૂરી એન્ટિઓક્સિડન્ટ મળે છે. જે બીમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. 

દાડમ 

5/6
image

બદલતી ઋતુમાં શરીરને ઇન્ફેક્શનથી બચાવવું હોય અને ઇમ્યુનિટી બુસ્ટ કરવી હોય તો દાડમ ખાવા જોઈએ. વિટામીન, મિનરલ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર દાડમ શરીરની રક્ષા કરે છે.

6/6
image