Whistling Village: ભારતના આ ગામમાં બધા લોકો પોતાનું નામ ગાઈને જણાવે છે, બાળકોને જન્મની સાથે મળે છે ટ્યૂન

ગામમાં જે સમયે કોઈ બાળકનો જન્મ થાય છે ત્યારે તેની માતા તરફથી તેના માટે એક ધૂનનો પ્રયોગ થાય છે. જ્યારે કોઈને બોલાવવા હોય તો તે ટ્યૂનનો ઉપયોગ કરવામાં આવે છે.

નોર્થ-ઈસ્ટ, ભારતનો તે ભાગ જે પોતાની સંસ્કૃતિ અને ખૂબસૂરતી માટે જાણીતો છે. સાત રાજ્યોવાળું નોર્થ ઈસ્ટ પોતાની કેટલીક વિશેષતાઓના કારણે ખાસ છે. નોર્થ ઈસ્ટના રાજ્ય મેઘાલયનું એક ગામ તેને વધારે ખાસ બનાવે છે. કોંગથાંગ રાજધાની શિલોંગથી 65 કિલોમીટર દૂર છે. આ ગામમાં જો તમે કોઈનું નામ પૂછશો તો બીજા જેમ તમને નામ જણાવશે તે રીતે નહીં બતાવે. પરંતુ ગાઈને પોતાનું નામ બતાવશે. ચોંકી ગયા ને. જી,હા તેને મેઘાલયના વ્હીસલિંગ વિલેજના નામથી જાણે છે. તો આવો આ વ્હીસલિંગ વિલેજ વિશે જણાવીશું.

બાળકની માતા તૈયાર કરે છે ધૂન:

1/5
image

છેલ્લી અનેક સદીઓમાં આ ગામમાં લોકો આ રીતે પોતાનું નામ બતાવતા આવી રહ્યા છે. આ ગામમાં રહેનારા લોકો, જિંગરવાઈ લાવબેઈને હવે કોડ તરીકે ઉપયોગ કરવા લાગ્યો છે. આ ગામની વસ્તી લગભગ 700 છે. અને ગામને યૂનેસ્કો પાસે મોટી આશા છે. સમુદાયને યૂનેસ્કો અને એક સ્કૂલ પાસે આશા છે કે તે સદીઓ જૂની આ પરંપરાને સાચવવામાં મદદ કરશે. કોંગથોંગમાં રહેનારા 36 વર્ષના રોથેલ ખોંગસ્તિ જે કમ્યુનિટી લીડર છે. તેમણે આ અંગે એક ઈન્ટરવ્યૂમાં વધારે વિસ્તારથી માહિતી આપી. તેમણે જણાવ્યું કે જે સમયે કોઈ બાળકનો જન્મ થાય છે, ત્યારે તે માતા તરફથી તેના માટે એક ધૂનનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈને બોલાવવા હોય તો તે ટ્યૂનનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા બાળકની માતા આ ધૂનને તૈયાર કરે છે. તે જ્યારે બનાવે છે ત્યારે બાળક ગર્ભમાં આવી ગયું હોય છે. તે બાળકને જન્મ આપ્યા પછી સ્વસ્થ થઈ રહી છે. તેના પછી આ ધૂનને સમુદાયના મોટા લોકોની પાસે લઈને જાય છે.

ધૂન કોઈની નકલ ના હોવી જોઈએ:

2/5
image

આ વાતનું ધ્યાન હંમેશા રાખવામાં આવે છે કે ધૂન કોઈ બીજાની ધૂન કે તેની નકલ ન હોવી જોઈએ. જેમ-જેમ બાળક મોટું થવા લાગે છે, આ ધૂન તેની ઓળખ બની જાય છે. જ્યારે તેનું મૃત્યુ થાય છે ત્યારે આ ધૂન તેની સાથે જ ચાલી જાય છે. મેઘાલય તરફથી છેલ્લાં અનેક વર્ષોથી આ ખાસ નામ રાખવાની પરંપરાને યૂનેસ્કોની કલ્ચરલ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવાના પ્રયાસમાં લાગી ગયું છે.

કોઈ સ્કૂલમાં આ લેંગ્વેજ શીખવાડવામાં આવતી નથી:

3/5
image

અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી આ ગામ જેવા જ બીજા એક કેનેરી ગામ સિલ્બોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને વર્ષ 2013માં આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં તુર્કીની બર્ડ લેંગ્વેજને પણ યૂનેસ્કો તરફથી ઓળખ આપવામાં આવી હતી. હવે મેઘાલય તરફથી પરંપરાને સાચવી રાખવાના પ્રયાસો ચાલુ છે. અહીંયા માત્ર 700 લોકો આ પરંપરાને સાચવવામાં લાગ્યા છે. જ્યારે સિલ્બોમાં 22,000 લોકો અને તુર્કીની બર્ડ લેંગ્વેજને 10,000 લોકો ફોલો કરે છે. જિંગરવેઈ લોવબેઈને કોઈ સ્કૂલમાં ભણાવવામાં આવતી નથી.

કલા પર આવ્યું છે સંકટ:

4/5
image

જિંગરવેઈ લોવબેઈ, કોંગથાંગના રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે. ગામના લોકો માને છે કે આ ભાષા તેમના પૂર્વજોને સન્માન આપવાનો પ્રકાર છે. રિસર્ચ પ્રમાણે દરેક વખતે જ્યારે બાળકનો જન્મ થાય છે તો ધૂન સન્માન પ્રગટ કરવાનો રસ્તો હોય છે. જિંગરવેઈને લોકો પોતાના પૂર્વજોના સન્માનમાં ગાય છે. આ પરંપરાની સાથે અનેક પ્રકારના રિવાજ જોડાયેલા છે. આ પરંપરા જીવિત છે પરંતુ તેને લઈને હવે ચિંતાઓ વધતી જઈ રહી છે.

શિક્ષણના અભાવે ભૂલાતી જઈ રહી છે કલા:

5/5
image

જે સમયે નવી પેઢીનું બાળક ગામ છોડીને જાય છે, તે જે લોકોની સાથે આ પરંપરાને અપનાવતા નથી. ગામના લોકોનું માનીએ તો તે પોતાની સંસ્કૃતિને ભૂલતાં જઈ રહ્યા છે. જો સારી શિક્ષણ વ્યવસ્થા હોય તો કદાચ બાળકો રાજ્યમાં શિક્ષણ હાંસલ કરી શકે. ગામના બાળકો ઈસ્ટ ખાસી હિલ્સમાં કક્ષા એકથી 8 ધોરણ સુધી અભ્યાસ માટે જાય છે. ગામથી 3 કિલોમીટર દૂર કેસરાંગ સ્કૂલ છે અને આ એક સેકંડરી સ્કૂલ છે. અભ્યાસ માટે તેના પછી શિલોંગ જ એકલો વિકલ્પ રહે છે.