વાત ગળે નહિ ઉતરે, પણ સો ટકા છે સાચી : જે કામમાં ગુજરાત સરકારને આંટા આવી ગયા, તે એક નાનકડા ગામે કરી બતાવ્યું

રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને રાજ્યની અનેક જગ્યાઓ પર પાણીની તંગી સર્જાઈ છે ત્યારે ડાંગના દૂર્ગમ પહાડી ક્ષેત્રોમાં મોબાઈલ નેટવર્કીની એટલી જ મર્યાદા છે જેટલી પાણીની હોય છે. ત્યારે સાકરપાતળની પાણી સમિતિએ મોબાઈલ ફોનનો સ્માર્ટ ઉપગયોગ કરીને પાણી વિતરણની આધૂનિક વ્યવસ્થાની મદદથી પાણી વિતરણની આધુનિક વ્યવસ્થા ગોઠવી છે. 

સ્નેહલ પટેલ/ડાંગ :રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને રાજ્યની અનેક જગ્યાઓ પર પાણીની તંગી સર્જાઈ છે ત્યારે ડાંગના દૂર્ગમ પહાડી ક્ષેત્રોમાં મોબાઈલ નેટવર્કીની એટલી જ મર્યાદા છે જેટલી પાણીની હોય છે. ત્યારે સાકરપાતળની પાણી સમિતિએ મોબાઈલ ફોનનો સ્માર્ટ ઉપગયોગ કરીને પાણી વિતરણની આધૂનિક વ્યવસ્થાની મદદથી પાણી વિતરણની આધુનિક વ્યવસ્થા ગોઠવી છે. 

1/3
image

વાત વહેલી ગળે ઉતરે તેવી નથી પરંતુ આ વાત સો ટકા સાચી છે. રાજ્યમાં ચારેકોર પાણીની બૂમરાણ મચી છે. ત્યારે ડાંગના દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં મોબાઇલ નેટવર્કની પણ અનેક મર્યાદાઓ છે. ત્યારે સાકરપાતળની પાણી સમિતિ મોબાઇલ ફોનના સ્માર્ટ ઉપયોગ થકી પાણી વિતરણની આધુનિક વ્યવસ્થા ગોઠવી અપૂરતા પાણી અને સીમિત નેટવર્કના રોદણાં રડતા લોકોને જડબાતોડ જવાબ આપી રહી છે. વધઈ સાપુતારા આંતરરાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલા સાકરપાતળ મૂળ ગામના 155 જેટલા ઘરોના અંદાજીત 7૦૦ લોકો માટે આ વ્યવસ્થા આશીર્વાદરૂપ પૂરવાર થઈ છે. 2011ના વર્ષથી આ સિસ્ટમ કાર્યરત છે. પાણી સમિતિના સફળ વહીવટને કારણે અનેક ઈનામો તેઓએ પોતાને નામે કર્યાં છે. ડાંગની અંબિકા નદીના પટમાં 6 મીટર વ્યાસ અને ૧પ મીટર ઊંડાઈ ધરાવતા કૂવામાંથી એકાદ કિલોમીટર લાંબી પાઈપ લાઈન નાંખી ડુંગર ઉપર ૩ ટાંકીઓ તૈયાર કરી છે. તેમાં પાણી નાંખી ત્યાંથી ઘરે-ઘરે સુધી અવિરત પાણી પુરવઠો પહોંચાડતી આ યોજનાના સંચાલનને વધુ સરળ બનાવતા કૂવા સાથે જોડેલી મોટરને ચાલુ તેમજ બંધ કરવા માટે અહીં મોબાઈલ ટેકનોલોજીના ઉપયોગ કરીને દૂર બેઠાં ગામ પર ગામથી પણ પાણી સમિતિના ઓપરેટર દ્વારા મોટર ચાલુ બંધ કરીને 55 હજાર લીટર પાણીનું સ્ટોરેજ કરી દેવામાં આવે છે.

2/3
image

પાણી સમિતિના ઓપરેટર ગુલાબભાઈ દીવા સ્માર્ટ ફોનનો બખૂબી ઉપયોગ કરી જાણે છે. તેથી મોટર સાથે મોબાઇલ ટેકનોલોજીને જોડીને દૂર બેઠા બેઠા પણ મોટર ચાલુ બંધ કરવાની ટેકનિક અજમાવી અંબિકાના કોતરોમાં ઉતર્યા વિના જ 55 હજાર લીટર પાણીની ટાંકી ભરીને ગ્રામજનોને પાણીની મુશ્કેલી ન વેઠવી પડે તેની કાળજી રાખી રહ્યાં છે. પાણીની મોટર સાથે જોડાયેલા સીમકાર્ડના નંબર ઉપર માત્ર મિસકોલ મારવાથી મોટર ચાલુ અને બંધ કરી શકાય છે. જેથી તેઓ ગામમાં હોય કે બહારગામ પણ પાણીની મોટર ચાલુ કરવા રૂબરૂ જવાની ઝંઝટમાંથી તેઓ મુક્ત રહે છે.

સાકરપાતળની આ પાણી પુરવઠા યોજનાનો કૂવો અંબિકાના કોતરમાં તથા પાણી સ્ટોરેજ માટેની ટાંકી ડુંગર ઉપર આવેલી છે. આ બંન્ને વચ્ચે તાદાત્મ્ય સાધતા અનેક ઓપરેટરો કંટાળો અનુભવતા હતા. ત્યારે વાસ્મોના ઈજનેરોએ મોબાઈલ ટેકનોલોજીના માધ્યમથી આ સમસ્યાનું સમાધાન શોધી પાણી સમિતિના સંચાલકોને ગળે વાત ઉતારતા આજે એક સમયે ખૂબ જ કપરૂ લાગતુ કામ આંગળીના ટેરવે મીસકોલ મારવા જેટલુ સહેલુ થઇ ગયું છે તેવું પાણી સમિતિના પ્રમુખ મંગલેશ ભોયેએ જણાવ્યું. 

3/3
image

એક સમયે પોતાનું તમામ કામ સાઈડે મુકીને આ ગામની મહિલાઓ એ પાણી શોધવા માટે નીકળવા પડતું હતું. તો ઘણીવાર છોકરાઓ પણ શાળાએ જઈ શક્તા ન હતા. ત્યારે પાણી સમિતિની આ કામગીરીથી હવે લોકોના ઘરે ઘરે નળ કનેક્શન આવી ગયું છે અને ઘર બેઠા પાણી મળતા તેઓ પોતાના અન્ય કામો સમયસર કરી શકે છે. પાણી સમિતિની કાર્યદક્ષતા અને સરળ વહિવટને જોવા અને જાણવા તથા તેમનામાંથી પ્રેરણા મેળવવા માટે રાજ્યભરના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો સાકરપાતળની મુલાકાતે આવી રહ્યાં છે.