Photos: માત્ર 1500 રૂપિયામાં આ સ્વર્ગ જેવો દેશ ફરી શકશો, પૈસાની જરાય ચિંતા નહીં! તસવીરો જોઈને મન ખુશ થઈ જશે

અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું જ્યાં તમે પણ અમીરોની જેમ હરી ફરી શકો છો. એક એવો દેશ જ્યાં ભારતીય રૂપિયાની બોલબાલા છે. આ દેશમાં ભારતનો રૂપિયો ડોલરની જેમ ખુબ મજબૂત સ્થિતિમાં છે. 

1/7
image

વિદેશ ફરવું કોને ન ગમે? દરેકને જીવનમાં એકવાર તો વિદેશ ઘૂમવાની ઈચ્છા થતી જ હોય છે. પરંતુ જ્યારે વિઝા, હોટલ, ખાણીપીણી, ફ્લાઈટના ખર્ચાની વાત આવે તો પ્લાન ઠંડો પડી જાય છે. જો તમે પણ લાખોના ખર્ચાના વિચાર કરીને વિદેશ જવાની ઇચ્છા મારતા હોવ તો તમારે હવે તેવું કરવાની જરૂર નથી. કારણકે અમે તમને એક એવા દેશ વિશે જણાવીશું જ્યાં તમે પણ અમીરોની જેમ હરી ફરી શકો છો. એક એવો દેશ જ્યાં ભારતીય રૂપિયાની બોલબાલા છે. આ દેશમાં ભારતનો રૂપિયો ડોલરની જેમ ખુબ મજબૂત સ્થિતિમાં છે. 

2/7
image

સારી વાત એ છે કે આ દેશ ખુબ જ સુંદર છે. જે પોતાના કલ્ચર, સ્ટ્રીટ ફૂડ, કુદરતી સૌંદર્ય માટે દુનિયાભરમાં લોકપ્રિય પણ છે. વિદેશમાં ફરવાનું તમારું સપનું ઓછા ખર્ચે પૂરું થઈ શકે છે. 

ભારતીય રૂપિયાની કિંમત

3/7
image

અમે જે દેશની વાત કરી રહ્યા છીએ તે છે વિયેતનામ. અહીં પગ મૂકતા જ તમને ફરવા માટે બહુ પૈસા ખર્ચવાની જરૂર નથી. અહીં સસ્તામાં તમે ફરી શકો છો. કારણ કે અહીં ભારતીય રૂપિયો  ખુબ શક્તિશાળી છે. એક ભારતીય રૂપિયાની કિંમત 291 વિયેતનામી ડોંગ છે. એટલે કે જો તમે 1000 રૂપિયા લઈને જાઓ તો ત્યાં તમને 2,91,000 વિયેતનામી ડોંગ મળશે. 

સરળતાથી ફરી શકો

4/7
image

આટલા રૂપિયામાં તમે ત્યાં હોટલથી લઈને ખાણી પીણીનો ખર્ચો ઉઠાવી શકશો. જો તમે ત્યાં 1500 ભારતીય રૂપિયા લઈને જાઓ તો તે 4,36,500 વિયેતનામી ડોંગ બની જશે. આટલમાં તમે અમીરોની જેમ વિયેતનામ ફરી શકશો. આટલા પૈસામાં તમે હોટલથી લઈને ખાણી પીણીમાં મોજ કરી શકશો. આ સાથે જ વિયેતનામના ખૂણે ખૂણે ફરી પણ શકશો. 

પરફેક્ટ ટાઈમ

5/7
image

વિયેતનામ જવા માટે તમારે કોઈ ખાસ સીઝનની રાહ જોવાની જરૂર નથી. અહીં મોટાભાગે લોકો ડિસેમ્બરથી જાન્યુઆરી વચ્ચે આવતા હોય છે. વિયેતનામમાં ઓછા ખર્ચે ન્યૂયર સેબિબ્રેશન કરવા પણ લોકો આવતા હોય છે. વિયેતનામમાં એકથી એક ચડિયાતા પર્યટન સ્થળ છે. હાલોંગ બે, હોઈન એ જેવા ટુરિસ્ટ સ્પોટ છે જ્યાં તમે સમય પસાર કરી શકો છો. હાલોંગ બે ને બે ઓફ ડિસ્કડિંગ ડ્રેગન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1994માં યુનેસ્કોએ  તેને વૈશ્વિક ધરોહરમાં સામેલ કર્યું હતું. 

આ જગ્યાઓ ઘૂમો

6/7
image

આ ઉપરાંત તમને હનોઈ ફરી શકો છો. આ શહેર વિયેતનામનો આખો ઈતિહાસ પોતાનામાં સમાવીને બેઠું છે. અહીં નોર્થમાં વસેલું ગિયાંક પર્યટકોમાં ખુબ લોકપ્રિય છે. કુદરતી સૌંદર્ય વચ્ચે મેલઝોલ છે. 

મનમોહક સ્થળો

7/7
image

અહીંના સોનેરી પૈગોડા, મ્યુઝિયમ અને ટ્રેડિશનલ માર્કેટ તમારા મન જીતી લેશે. આ ઉપરાંત હોઈ એન એશિયાના સૌથી જૂના શહેરોમાંથી એક છે. જેને શાંતિ પ્રિય શહેર તરીકે ઓળખવામાં આવે છે. અહીં હા ગિયાંગની સુંદરતા પર્યટકોને પોતાના તરફ ખેંચે છે. 

(ખાસ નોંધ: અહીં ફક્ત વિયેતનામમાં હરવા  ફરવા, ખાવા પીવાના ખર્ચ અંગે જણાવવામાં આવ્યું છે.)