WTC: Virat Kohli બનશે બધી જ ICC ટૂર્નામેંટની ફાઈનલ રમનારો પહેલો ખેલાડી, આ રહ્યું લિસ્ટ

નવી દિલ્લીઃ વિરાટ કોહલી (Virat Kohli) વર્તમાન સમયમાં દુનિયાના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છે. વિરાટ કોહલી સામે દુનિયાના મોટા-મોટા બોલરો પાણી ભરતા થઈ જાય છે. ત્યારે હવે વિરાટની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા World Test Championship ના ફાઈનલમાં આવતા મહિને ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ રમતાની સાથે વિરાટના નામે વધુ એક સિદ્ધિ થઈ જઈ જશે. આ મેચ રમતાની સાથે વિરાટ કોહલી આઈસીસીની તમામ ટૂર્નામેન્ટની ફાઈનલ રમનારા દુનિયાના પ્રથમ અને એક માત્ર ખેલાડી બની જશે. એક નજર કરીએ આઈસીસીની એવી મેચોના લિસ્ટ પર જે દરેક મેચમાં વિરાટ ફાઈનમાં રમી ચૂક્યો છે.  

અંડર-19 વર્લ્ડ કપ-2008

1/5
image

વિરાટ કોહલીએ પોતાના કરિયરની સૌથી પહેલી આઈસીસી ટુર્નામેંટ ફાઈનલ 2008માં રમી હતી. જ્યારે 2008માં વિરાટની કેપ્ટનશીપમાં ભારતની ટીમે સાઉથ આફ્રિકાને માત આપીને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. એ મેચમાં ભારતે 12 રનથી જીત હાંસલ કરી હતી.

વનડે વર્લ્ડ કપ-2011

2/5
image

વિરાટ કોહલીએ પોતાના કરિઅરની બીજી આઈસીસી ટુર્નામેન્ટ ફાઈનલ 2011માં વનડે વર્લ્ડ કપમાં રમી હતી. એ મેચમાં ભારતે શ્રીલંકને 6 વિકેટે હરાવીને બીજો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. એમ.એસ.ધોનીની કેપ્ટનશીપમાં રમાયેલી આ મેચમાં વિરાટ ઉપરાંત સચિન, સહેવાગ, ગંભીર અને યુવરાજ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ હતાં.

ચૈંપિયંસ ટ્રોફી- 2013 

3/5
image

બે વર્ષ બાદ વિરાટ કોહલીએ પોતાના કરિઅરની ત્રીજી આઈસીસી ફાઈનલ ચૈંપિયંસ ટ્રોફીની ફાઈનલ મેચ રમી. આ મેચમાં પણ ધોનીની આગેવાની વાળી ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 5 રને હરાવીને કપ પોતાના નામે કર્યો હતો.

ટી-20 વર્લ્ડ કપ-2014

4/5
image

એક વર્ષ બાદ 2014માં રમાયેલાં ટી-20 વર્લ્ડ કપના ફાઈલએ વિરાટ કોહલીના કરિઅરની ચોથી આઈસીસી ટુર્નામેન્ટ ફાઈનલ મેચ હતી. જોકે, આ મેચમાં ભારતની ટીમ શ્રીલંકા સામે હારી ગઈ હતી. પણ વિરાટ કોહલી આ ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યા હતા.

હવે વર્લ્ડ ટેસ્ટ ચૈંપિયનશિપ રમશે વિરાટ

5/5
image

વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા આવતા મહિને 18 થી 22 જૂન સુધી World Test Championship Final માં ન્યૂઝીલેંડ નો સામનો કરશે. આ ફાઈનલ મેચને રમતાની સાથે વિરાટ કોહલીના નામે અનોખી સિદ્ધિ સામેલ થઈ જશે. વિરાટ દરેક આઈસીસી ટુર્નામેન્ટની ફાઈનલ રમનારો દુનિયાનો પહેલો અને એક માત્ર ખેલાડી બની જશે.