Healthy Food: 50 વર્ષે પણ શરીરમાં ઘોડા જેવી સ્ફુર્તિ જાળવવી હોય તો આજથી જ આ 5 વસ્તુઓનું શરુ કરો સેવન

Healthy Food: જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ શરીરની પોષકતત્વોની જરૂરીયાત પણ વધે છે. ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી વ્યક્તિના હાડકા નબળા પડવા લાગે છે. આવી સ્થિતિમાં હાડકાને મજબૂત રાખવા માટે આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હાડકાની મજબૂતી માટે 30 વર્ષની ઉંમર પછી કેટલીક વસ્તુઓને નિયમિત રીતે આહારમાં સામેલ કરવી જોઈએ. 

લીલા શાકભાજી

1/5
image

આ ઉંમર પછી દરેક વ્યક્તિએ પોતાના આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જ જોઈએ. દૈનિક આહારમાં તમે પાલક, બ્રોકોલી અને કાકડી જેવા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.   

ડેરી પ્રોડક્ટસ

2/5
image

ડેરી પ્રોડક્ટસમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના આહારમાં દૂધ, પનીર, ચીઝ સહિતના ડેરી પ્રોડક્ટનો સમાવેશ કરવો જોઈએ.

ફળ

3/5
image

હાડકાની મજબૂતી અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે આહારમાં ફળનો પણ સમાવેશ કરવો જોઈએ. ખાસ કરીને વિટામીન સી યુક્ત ખાટા ફળનું સેવન વધારે કરવું જોઈએ.

દહીં

4/5
image

નિયમિત રીતે દહીંનું સેવન કરવાથી પણ હાડકાં મજબૂત થાય છે. દહીંમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે.

સોયાબીન

5/5
image

30 વર્ષની ઉંમર પછી હાડકાંની મજબૂતી અને સારા સ્વાસ્થ્ય માટે આહારમાં સોયાબીનનો પણ સમાવેશ કરવો જોઈએ.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)