આ તો પતિ ગયું! હજુ વિશાખાપટ્ટનમથી આવી રહી છે ગુજરાતમાં ભયાનક આફત! 3 તારીખે ત્રાટકશે

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં વરસાદે ફરીથી રંગ રાખ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓ અને તાલુકામાં રમણભમણ કરી નાંખ્યું છે. ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યંત ભારે વરસાદથી લઇને સામાન્ય વરસાદ વરસવાનું પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે.

1/10
image

બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને ગુજરાત પરથી જશે અને ત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે. હાલ આ સિસ્ટમ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના વિસ્તારો પરથી વિશાખાપટ્ટનમ પર સ્થિર થયેલી છે અને હવે આ સિસ્ટમ ત્યાંથી આગળ વધશે. આ સિસ્ટમ આગળ વધ્યા બાદ ઝડપથી ગુજરાત પર આવશે. સૌથી પહેલાં આ સિસ્ટમ મધ્ય ભારત પર પહોંચશે અને ત્યાં ભારે વરસાદ પડશે. જે બાદ તે ગુજરાત પર આવશે અને ત્યાં વરસાદ આપ્યા બાદ તે આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે.

2/10
image

તમને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ તરફ ઘણા ઓછા દબાણવાળા વિસ્તારો બન્યા છે. પરંતુ હવે ગ્લોબલ વોર્મિંગના કારણે તેમની સંખ્યા વધી રહી છે. જેના કારણે અતિશય વરસાદ થઈ રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં વધુ લો-પ્રેશર સિસ્ટમ જોવા મળે છે. જેના કારણે ઘણા રાજ્યોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. હવામાનની પેટર્નમાં કોઈ ફેરફાર થયો નથી. ચોમાસાના વરસાદનું પશ્ચિમ તરફ આવવું એ સામાન્ય પ્રક્રિયા છે. ઘણી વાર જોવા મળે છે.

3/10
image

પરંતુ તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશમાંથી આવેલી મજબૂત વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં આજે પણ તારાજી સર્જી શકે છે. મહત્વનું છે કે ડીપ ડિપ્રેશન કચ્છ ઉપર સક્રિય થયું છે અને આજે વહેલી સવારે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય હતું જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે તે સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

4/10
image

ગતરોજ આ ડીપ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું હતું, પરંતુ આજની સ્થિતિ મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતા 30 ઓગસ્ટ, 2024 સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આજે બપોરે 1:30 વાગ્યાની સ્થિતિ અનુસાર આ ડીપ ડિપ્રેશન ભુજથી 60 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ દિશા તરફ છે જ્યારે નલીયાથી ઉત્તર પૂર્વ દિશામાં 80 કિ.મી. દૂર છે. 

5/10
image

આ ડીપ ડીપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે, જે 30 તારીખ સુધીમાં ઉત્તરપૂર્વીય અરબ સાગરમાં ભળી જશે પરંતુ, તે પહેલા આ ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે અને વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતાઓમાં વધારો થયો છે. જેને પગલે અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.

6/10
image

રાજ્ય માટે રાહતના સમાચાર એ છે કે એમપીથી ગુજરાત પહોંચેલું ડીપ ડીપ્રેશન હવે ભયંકર સાયક્લોનમાં ફેરવાશે. 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની વચ્ચે ગુજરાતમાં કચ્છમાં સાયક્લોનની આંખ બની રહી છે. આ ડીપ ડીપ્રેશન ધીમેધીમે પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું છે. 31મી બાદ ડીપ ડીપ્રેશન સાયક્લોનમાં ફેરવાઈને ઓમાન પર ત્રાટકશે. ગુજરાતમાં હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડએલર્ટ જાહેર કરાઈ છે. ગુજરાત માટે રાહતના સમાચાર એ છેકે ડીપ્રેશન ગુજરાત પરથી નીકળી ગયા બાદ સાયક્લોનમાં ફેરવાશે. 

7/10
image

રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદને કારણે સ્થિતિ વણસી છે. રાજ્યમાં 28 લોકોના મોત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી છે, જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત પર 'ડીપ ડિપ્રેશન' રચાયું છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 

સૌરાષ્ટ્રમાં ભારે તબાહી

8/10
image

હાલમાં આ 'ડીપ ડિપ્રેશન' સૌરાષ્ટ્ર પર કેન્દ્રિત છે. જેના કારણે કચ્છ અને જામનગરની સાથે દ્રારકામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીમાં જણાવાયું છે કે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. આ સાથે 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

9/10
image

હાલમાં જામનગર અને દ્વારકા પરનું ડિપ્રેશન હવે ઉત્તર, મધ્ય, ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા ખમૈયા કરશે, પરંતુ હજુ પણ 48 કલાક સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હાલ ડીપ્રેશન કચ્છના અખાત પર થઈને અરબી સમુદ્રમાં પહોંચ્યું છે અને હવે તે જામનગર અને દ્વારકા પર સ્થિર થયું છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.

IMDએ પણ એલર્ટ જાહેર કર્યું

10/10
image

IMD એ કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ રાખ્યું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ફરી એકવાર સૌરાષ્ટ્ર અને કચ્છના 11 જિલ્લામાં 29 ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ડિપ્રેશન અરબી સમુદ્ર અને પાકિસ્તાન તરફ આગળ વધવાની પણ આશંકા છે. જ્યારે ગુજરાતમાં વરસાદ શરૂ થયો હતો. ત્યારે હવામાન વિભાગે સાયક્લોનિક સરક્યુલેશનની આશંકા વ્યક્ત કરી હતી.