IRCTC Kerala Tour Package: કેરળમાં વિતાવો વેકેશન, માત્ર 8 હજારમાં બુક કરો પેકેજ

IRCTC Kerala Tour Package: કેરળના સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશનમાં મુન્નાર અને કોચીની સમાવેશ થાય છે. આ બંને જગ્યાનો પ્રાકૃતિક સૌંદર્ય અને ફરવાની ઐતિહાસિક જગ્યાઓ પ્રવાસીઓને આકર્ષે છે. આ વખતે વેકેશનમાં જો તમે પણ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો ભારતીય રેલવે તમારા માટે શાનદાર ઓફર લઈને આવ્યું છે. 

1/4
image

આઇઆરસીટીસી મુન્નાર કોચીનું ટુર પેકેજ યાત્રીઓ માટે લાવ્યું છે. આ ટુર પેકેજ 29 એપ્રિલ થી શરૂ થશે. મુન્નાર તેના બગીચા માટે પ્રસિદ્ધ છે. અહીંનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષિત કરે છે.   

2/4
image

જો તમારે ટ્રેનમાં આ બંને જગ્યાની મુલાકાત લેવી હોય તો પેકેજની શરૂઆત 8,445 રૂપિયાથી થાય છે. Irctc નું આ ટુર પેકેજ ત્રણ દિવસ અને બે રાતનું હોય છે. જેમાં પ્રવાસીઓ એક દિવસ મુન્નાર ફરે છે અને બીજા દિવસે કોચી લઈ જવામાં આવે છે.

3/4
image

કોચીમાં તમે કેરલના શાનદાર બેકવોટર્સની મજા લઇ શકો છો. અહીં તમે લેકમાં બોટ હાઉસની મજા પણ લઈ શકો છો અહીં તમને કોચી ફોર્ટ પણ જોવા મળશે.

4/4
image

સમર વેકેશન માટે કેરલના કોચી અને મુન્નાર બેસ્ટ જગ્યાઓ માનવામાં આવે છે. અહીં તમને ગરમીથી રાહત પણ મળે છે અને ફરવાની મજા પણ માણી શકાય છે.