Shukra Gochar 2023: 2 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, સોનાની જેમ ચમકશે ભાગ્ય, થશે ધનવર્ષા
Shukra Gochar Positive Impact on Zodiac Signs: શુક્ર દેવ 2 મેએ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે અને 30 મે સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જો શુક્ર દેવ તમારાથી પ્રસન્ન છે તો વ્યક્તિના જીવનમાં ધન-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે તે લક્ઝરી વસ્તુનો પણ શોખીન હોય છે. તો આવો જાણીએ શુક્રનો શુભ પ્રભાવ ક્યા જાતકો પર જોવા મળશે.
Shukra Rashi Parivartan 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાના ચોક્કસ સમય પર ગ્રહ ગોચર કરે છે. ગ્રહ અને નક્ષત્રોના ગોચરથી દરેક 12 રાશિના જાતકો પર અસર પડે છે. 2 મેએ બપોરે 1 કલાક 50 મિનિટ સુધી, ધન, વૈભવ અને સમૃદ્ધિના દેવતા શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને શુભ ગ્રહ માનવામાં આવે છે. માન્યતા છે કે શુક્રની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ અને નવા અવસરોની પ્રાપ્તિ થાય છે.
મિથુન રાશિ
નોંધનીય છે કે શુક્રનું ગોચર મિથુન રાશિમાં થવા જઈ રહ્યું છે. આ દરમિયાન કાર્યશૈલીમાં સુધાર થશે. તમારા વ્યક્તિત્વથી લોકો આકર્ષિત થશે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સમયમાં તમારા કારોબારમાં સુધાર થવાની સંભાવના છે.
સિંહ રાશિ
આ રાશિના જાતકો માટે શુક્ર ગોચર ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે. આ સમય દરમિયાન કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. જો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો તમે સારા પરિણામ મેળવી શકો છો. લવ લાઈફ સારી રહેશે.
તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ થવાની પૂરી સંભાવના છે. પૈતૃક સંપત્તિ મળવાની પણ સંભાવના છે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પણ આ સમયગાળા દરમિયાન પરત મળી શકે છે. પ્રવાસ પર જઈ શકો છો. આ સમય દરમિયાન યાત્રા લાભદાયી રહેશે.
મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે. ભાઈ-બહેનનો સહયોગ મળશે. સાસરી પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. વેપારી વર્ગ માટે પણ આ સમય સારો હોવાનું કહેવાય છે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળી શકે છે.
(Disclaimer: સામાન્ય માન્યતાઓના આધારે આ માહિતી આપવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી
Trending Photos