Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુ બનવા જીવતા જીવત કરવું પડે આ ભયંકર કામ, કુંભ સ્નાન પછી થઈ જાય અલોપ

Life Of Mahila Naga Sadhu: જે રીતે પુરુષો નાગા સાધુ હોય છે તે રીતે મહિલાઓમાં પણ નાગા સાધુ હોય છે. મહિલા નાગા સાધુ એક રહસ્યમય જીવન જીવે છે. તેઓ દુનિયાની સામે ફક્ત કુંભ સમયે આવે છે. આ સિવાય તેઓ ક્યાં રહે છે અને કેવી હાલતમાં તે કોઈ જાણતું નથી. મહિલા નાગા સાધુ બનવાની વિધિ પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. 

નાગા સાધુઓ

1/8
image

સાધુ સંતોના પંથમાં નાગા સાધુઓ પણ આવે છે. નામ પરથી જ ખબર પડી જાય છે કે આ સાધુ નિર્વસ્ત્ર રહે છે. નાગા સાધુમાં પણ પુરુષોની જેમ મહિલાઓ નાગા સાધુ હોય છે પરંતુ તેના માટેના નિયમ અલગ હોય છે. મહિલા નાગા સાધુને પણ પુરુષ નાગા સાધુની જેમ જ સન્માન મળે છે. તેમને હંમેશા માતા કહીને સંબોધિત કરવામાં આવે છે.

મહિલા નાગા સાધુ

2/8
image

પુરુષોની જેમ મહિલા નાગા સાધુ સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર થઈને નથી રહેતા. તેઓ ભગવા રંગનું એક વસ્ત્ર ધારણ કરે છે. આ વસ્ત્રમાં કોઈપણ પ્રકારની સિલાઈ નથી હોતી. મહિલા નાગા સાધુને ફક્ત આ એક વસ્ત પહેરવાની અનુમતિ હોય છે. 

કઠોર તપ

3/8
image

મહિલા નાગા સાધુ બનતા પહેલા મહિલાઓએ કઠોર તપ કરવું પડે છે અને જંગલમાં ગુફામાં જઈને સાધના કરવી પડે છે. વર્ષો સુધી તેઓ ભગવાનની ભક્તિમાં લીન રહે છે. 

કઠોર બ્રહ્મચર્ય

4/8
image

મહિલા નાગા સાધુ બનતા પહેલા મહિલાએ પરીક્ષા તરીકે 6 થી 12 વર્ષ સુધી કઠોર બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે. ત્યાર પછી જ તેના ગુરુ તેને નાગા સાધુ બનવાની અનુમતિ આપે છે. 

વાળનો ત્યાગ

5/8
image

મહિલા નાગા સાધુને દીક્ષા લેતા પહેલા પોતાના વાળનો ત્યાગ કરવો પડે છે. ત્યાર પછી દુનિયાથી અલગ થઈને તેણે કઠોર તપ કરવું પડે છે. 

પિંડદાન

6/8
image

ત્યાર પછી મહિલાના નાગા સાધુને સાંસારિક બંધન તોડવા માટે પોતાનું જ પિંડદાન કરવું પડે છે. પોતાનું પિંડદાન કર્યા પછી જ તે નવા જીવનમાં પ્રવેશ કરે છે. 

કુંભ મેળા

7/8
image

મહિલા નાગા સાધુ, દુનિયાથી દૂર એકાંતમાં રહસ્યમયી જીવન જીવે છે. તેઓ ફક્ત કુંભ મેળા દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે દુનિયાની સામે આવે છે અને પછી ફરીથી અલોપ થઈ જાય છે. 

8/8
image