અમદાવાદમાં વરસાદની આગાહી, ગુજરાતમાં કાતિલ ઠંડી અને કમોસમી વરસાદ એકસાથે ત્રાટકશે

IMD Weather Alert : રાજ્યમાં ફરી એકવાર માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 3 અને 4 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદ પડી શકે છે..લગ્નની મોસમ વચ્ચે માવઠાની આગાહીથી ચિંતા વધી છે..આ સાથે જ  આવતા અઠવાડિયાથી ઠંડી વધવાની પણ આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વધારે ઠંડીનો અનુભવ થશે. આ દિવસોમાં તાપમાનનો પારો વધુ નીચે જવાની શક્યતા છે..હાલ તાપમાનનો પારો થોડો ઉંચો છે પરંતુ હાલ ઠંડા પવનો ફુંકાતા દિવસે  ઠંડી અનુભવાઈ રહી છે.
 

અમદાવાદમાં આવશે વરસાદ

1/4
image

આગામી સપ્તાહમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. અમદાવાદમાં આગામી 3 અને 4 ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી છે. ગુજરાતમાં વધુ એકવાર કમોસમી સંકટ આવી રહ્યું છે. ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે અને માવઠું આવશે. ત્યારે ફરી એકવાર વરસાદી સંકટથી ચેતીને રહેજો.

શું છે નવી આગાહી

2/4
image

હવામાન નિષ્ણાતો જણાવી રહ્યાં છે કે, 30 જાન્યુઆરીથી માવઠાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. જેમાં 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી ઠંડીનો પારો 10 ડિગ્રી ગગડે તેવી શક્યતા છે. એટુલં જ નહિ, વરસાદની પણ આગાહી છે. 3 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં ઠંડા પવનો પણ ફૂંકાશે. ઠંડીનો ચમકારો જોવા મળશે. આ દિવસોમાં પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 

હવામાન વિભાગની આગાહી 

3/4
image

હવામાન વિભાગના ડાયેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તરથી ઉતર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.

પરેશ ગોસ્વામીની આગાહી 

4/4
image

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઠંડીને લઈ આગાહી કરી હતી કે, 22 જાન્યુઆરીથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. તેમજ 22 જાન્યુઆરીથી પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના તાપમાનમાં ફરી ફેરફાર જોવા મળશે.