PM Modi's Birthday: લંડનમાં રહેતી આ ગુજરાતી યુવતીએ બનાવી હેલ્ધી કેક
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે (17 સપ્ટેમ્બર) જન્મદિવસ છે. સમગ્ર દેશમાં તેમના ચાહકો દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પીએમ મોદીના જન્મદિવસ પર તેમની ચાહક મૂળ અમદાવાદી અને લંડનમાં રહેતી અનુજ વકીલે એક ખાસ કેક તૈયાર કરી છે.
અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે (17 સપ્ટેમ્બર) જન્મદિવસ છે. સમગ્ર દેશમાં તેમના ચાહકો દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પીએમ મોદીના જન્મદિવસ પર તેમની ચાહક મૂળ અમદાવાદી અને લંડનમાં રહેતી અનુજ વકીલે એક ખાસ કેક તૈયાર કરી છે. અનુજાએ પીએમ મોદીના જન્મ દિવસ પર તેમના માટે બનાવેલી કેક આ અંગેની જાણકારી એક વીડિયો મારફતે આપી હતી.
અનુજા ડાયબિટિસથી પીડાતા લોકો માટે બનાવે છે હેલ્ધી કપ કેક
એક સમયે અમદાવાદમાં રહેતી 37 વર્ષીય અનુજા વકીલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરી હતી. જો કે, તેના લગ્ન બાદ તે તેના પતિ સાથે લંડન શિફ્ટ થઇ ગઇ હતી. અનુજા તેના પતિ અને પુત્ર સાથે લંડનમાં રહે છે. અનુજા લંડનના હેરો સીટીમાં હેલ્ધી ડિલાઇટ્સમાં ડાયબિટિસથી પીડાતા લોકો માટે હેલ્ધી કેક બનાવે છે. ત્યારે પુત્રીને પ્રેરણાસ્ત્રોત માનીને માતાએ પણ શહેરમાં અનુજાની હેલ્ધી કપ કેક બનાવવાનું શરૂ કર્યું છે.
હેરો સીટીના મેયરે પણ કરી હતી કપ કેપની પ્રશંસા
જોકે અનુજાની હેલ્ધી ડિલાઇટ્સની કેકની લંડનના હેરો સીટીના તત્કાલિન મેયર કલ્લર માર્ગેટ ડાવિને પણ પ્રશંસા કરી હતી. કલ્લર માર્ગેટ ડાવિન પણ ડાયાબિટિસ ટાઇપ-2ની બીમારીથી પીડાય છે. જ્યારે હેરોના મેયર એક ફંકશનમાં આવ્યા હતા ત્યાં તેમણે આ કપ કેપ ખાવનો ઇન્કાર કર્યો હતો. જો કે, આ વાતને લઇને અનુજાએ સ્પેશિયલ તેમના માટે સુગર ફ્રી કપ કેક તૈયાર કરી હતી. આ કપ કેકને બેક કરવા માટે યોગર્ટ પણ ઉપયોગમાં લીધું હતું. જ્યારે મેયરે તેમને હાઇ-ટી માટે ઇન્વાઇટ કર્યા ત્યારે તેમણે સુગર ફ્રી કપ કેક ખુબજ પસંદ આવી હતી.
પીએમ મોદી માટે અનુજા વકીલે તૈયાર કરી એક ખાસ કેક
આજે પીએમ મોદીના જન્મદિવસ પર તેમની ચાહક મૂળ અમદાવાદી અને લંડનમાં રહેતી અનુજા વકીલે એક ખાસ કેક તૈયાર કરી છે. અનુજાએ પીએમ મોદીના જન્મ દિવસ પર તેમના માટે બનાવેલી કેક આ અંગેની જાણકારી એક વીડિયો મારફતે આપી હતી. આ વીડિયોમાં અનુજાએ જણાવ્યું હતું કે, આજે અનુજા હેલ્ધી ડિલાઇટ્સ માટે ખાસ દિવસ છે. કારણ કે, આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મ દિવસ છે.
ઢોકળા, ખાંડીવ અને શ્રીખંડની બનાવી કેક
મેં તેમના માટે આજે તેમની ફેવરિટ વાનગી ખાટા-મીઠા સફેદ ઢોકળા, ખાંડીવ અને બદામ પિસ્તા તેમજ શ્રીખંડ બનાવ્યા અને મેં તેને કેકમાં કર્ન્વટ કર્યા છે. આજે આ આખી કેક બદામ પિસ્તાથી ભરપૂર છે. માત્ર એટલું જ નહીં મેં તેમની અત્યાર સુધીની સિદ્ધિઓ કેકમાં દર્શાવી છે. જેમાં આરએસએસ જોઇન કર્યું તે, વડનગર, ચા વેચવાનો ફોટો, તેમના માર્ગદર્શક વકીલ સાહેબ, વિકાસ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટિ જેવી સિદ્ધિઓને કેકમાં દર્શાવી છે.
Trending Photos