તસવીરોઃ પ્રેગ્નેન્સીમાં પણ બિપરજોય વાવાઝોડા સામે ઉભી રહી, જાણો કોણ છે પ્રીતિ શર્મા

Who is Preeti Sharma : ગુજરાતે જે રીતે આ મહા આફતનો સામનો કર્યો અને ચક્રવાત બિપરજોયના પડકાર પર વિજય મેળવ્યો છે. તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે. કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી, રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ PGVCLના જોઈન્ટ એમડી પ્રીતિ શર્માનું સગર્ભાવસ્થા વચ્ચે પણ ચક્રવાતના પડકાર સામે લડવા બદલ સન્માન કર્યું હતું. પ્રીતિ શર્માએ ચક્રવાત પહેલાં અને પછી પણ મોરચો છોડ્યો ન હતો. 
 

તોફાનનો પડકાર

1/7
image

ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ મુશ્કેલ સંજોગોમાં કામ કરવા બદલ PGVCLના જોઈન્ટ એમડીનું સન્માન કર્યું છે.  

પોતાની ચિંતા ના કરી

2/7
image

શિક્ષણ રાજ્ય મંત્રી પાનશેરિયાએ ટ્વીટ કર્યું કે ચક્રવાત બિયપરજોયના સૌથી ખરાબ સમયમાં ગર્ભવતી હોવા છતાં પીજીવીસીએલના જોઈન્ટ એમડીએ ચક્રવાત પહેલાં અને પછીની પરિસ્થિતિમાં દિવસ-રાત કામ કર્યું હતું.

ગર્ભવતી હોવા છતાં ન છોડી જવાબદારી

3/7
image

કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ સૌની સામે તેમનું અભિવાદન કરતાં જણાવ્યું હતું કે તેઓ અન્યોને પ્રેરણા આપે છે.  

પુરવઠો પુનઃસ્થાપિત કર્યો

4/7
image

ચક્રવાત બિપરજોયે પાવર સપ્લાય સિસ્ટમને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. આવી સ્થિતિમાં પ્રીતિ શર્મા અધિકારીઓ સાથે સતત કામ કરતી રહી.

5/7
image

6/7
image

7/7
image