અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીનો નવો ધડાકો! એક સાથે બે-બે આગાહી કરીને ગુજરાતીઓને ચેતવ્યા!

Gujarat Weather Forecast: ગુજરાતના હવામાનમાં ધરમૂળ ફેરફાર જોવા મળી રહ્યા છે. ઠંડીમાં ગરમી, ગરમીમાં વરસાદ. હવે વળી પાછી ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તર ભાગોમાં હિમ વર્ષા થશે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે 31 જાન્યુઆરી સુધીમાં વાદળો આવશે અને તેના કારણે ઠંડીમાં ઘટાડો થશે. જો કે  જોકે, 31 સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવુ લાગશે. માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે. અંબાલાલે આ સાથે ગાભા કાઢી નાખે તેવી ઠંડી અને માવઠાની પણ આગાહી કરી છે. 

1/6
image

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એકસાથે બે-બે આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં ઠંડી ભુક્કા બોલાવશે. આ ઠંડી ડિસેમ્બરને પણ ભુલાવી દેશે. આ સિવાય અંબાલાલે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં માવઠાં પડવાની આગાહી કરી છે. તો બીજી બાજુ પરેશ ગોસ્વામીએ પણ 5 ફેબ્રુઆરીથી કડકડતી ઠંડી માટે તૈયાર રહેવા જણાવ્યું છે.  

2/6
image

પરેશ ગોસ્વામીએ ઠંડી અંગે વાત કરીને જણાવ્યું કે, અલનીનોના કારણે પરિસ્થિતિ બદલાઈ છે. જાન્યુઆરીમાં ડિસેમ્બર કરતા વધુ ઠંડી જોવા મળી શકે છે તેવી પણ શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. પરેશ ગોસ્વામીએ ડિસેમ્બર કરતા જાન્યુઆરી મહિનો વધારે ઠંડો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરીને કહ્યું છે કે, 31 ડિસેમ્બર સુધીમાં તેમણે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી અન્ય ભાગોની સરખામણીમાં વધુ ઠંડા રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

ડબલ ઋતુ અનુભવાઈ રહી છે

3/6
image

ગુજરાતમાં હાલ ડબલ ઋતુ અનુભવાઈ રહી છે. સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી. આ વાતાવરણ હવે લોકોને બીમાર બનાવી રહ્યું છે. આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે. લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે. ગુજરાતનું આગામી હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગે આગાહી કરી છે.    

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી તાપમાન વધશે

4/6
image

બીજી બાજુ હવામાન ખાતાએ મંગળવારે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાન ઉચકાશે. 24 કલાક બાદ 2 ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થશે. 

અંબાલાલ પટેલની આગાહી

5/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું. તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. 

6/6
image

કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી. તેમણે એમ પણ ક્હ્યું કે ફેબ્રુઆરીમાં જે ઠંડી પડશે તે ભૂક્કા કાઢે  તેવી હશે. આ સાથે તેમણે ફેબ્રુઆરી અને માર્ચમાં માવઠાની પણ આગાહી કરી છે.