મોટું એલર્ટ! નવેમ્બરનું નવું વાવાઝોડું અહીંથી કરશે એન્ટ્રી, આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી
Cyclone Alert અમદાવાદ : હવામાન વિભાગે આગામી સપ્તાહમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહે, આંધ્રપ્રદેશ, રાયલસીમામાં 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી વરસાદની સંભાવના છે. જેના કારણે રાજ્યોમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, રવિવારે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વરસાદની સંભાવના છે. આ વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડું પેદા થયું છે. જેની અસર ક્યાં ક્યાં થશે તે જોઈએ.
ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) એ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા, કેરળ અને માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ કર્ણાટક સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો થયો છે. IMD અનુસાર, દેશના ઘણા રાજ્યોમાં 7 થી 10 નવેમ્બર સુધી વરસાદની સંભાવના છે.
વાવાઝોડું અહીંથી કરશે એન્ટ્રી
સાયક્લોનિક સર્ક્યુલેશન બાંગ્લાદેશ પર સ્થિત છે એક ચક્રવાતી પરિભ્રમણ બાંગ્લાદેશ પર સ્થિત છે. અરબી સમુદ્રના મધ્ય ભાગમાં વધુ એક સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. અન્ય ચક્રવાતી પરિભ્રમણ મન્નરના અખાત અને તેની નજીકના શ્રીલંકાના દરિયાકાંઠે સ્થિત છે, જે સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. બંગાળની ખાડીના મધ્ય ભાગમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું
બંગાળની ખાડીના દક્ષિણ ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છવાઈ શકે છે. પહાડોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. વરસાદને પગલે દેશના અન્ય રાજ્યોમાં ઠંડી અનુભવાઈ શકે છે.
એક નહિ, ત્રણ વાવાઝોડા આવશે
ગુજરાતમાં હજી સુધી જોઈએ એવી ઠંડી આવી નથી. આવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ મોટી આગાહી કરી છે કે તા. 10 નવેમ્બરથી 14 નવેમ્બર દરમ્યાન બંગાળમાં ડિપ ડિપ્રેશન સર્જાવાની શક્યતાઓ છે. તેમજ આ ડિપ્રેશનથી વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે. તેમજ 22 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. 19 થી 22 નવેમ્બર બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. જેના કારણે ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે જે માવઠું લાવી શકે છે. આગાહી પ્રમાણે 7 થી 14 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવવાની શક્યતાઓ છે. ત્યારે આવતા મહિને ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધવાની શક્યતાઓ છે.
Trending Photos