KITCHEN TIPS: ફુદીનાના પત્તા લાંબા સમય સુધી તાજા રાખવા માટે અપનાવો આ સુપર કિચન ટિપ્સ!

KITCHEN TIPS: આપણે આપણા રસોડામાં ઘણી બધી વસ્તુઓ લાંબા સમય સુધી સ્ટોર કરીએ છીએ પરંતુ તે બગડી જાય છે. આનું કારણ એ પણ હોઈ શકે છે કે તમે તેના વિશે બરાબર જાણતા નથી. લોકો તેને સ્ટોર કરે છે જેથી તેમને વારંવાર બહાર જવું ન પડે. જો તે બે દિવસમાં સડી જાય તો પછી શું કામનું, પૈસા પણ માથે પડે. આ આર્ટિકલમાં વાત કરીશું ફુદીનાની. શું તમે જાણો છોકે, લાંબા સમય સુધી ફુદીનાને કઈ રીતે ઘરમાં સ્ટોર કરીને રાખી શકાય?

1/5
image

ફુદીનો દરેક ઘરમાં હોય છે. તમે તેને શરબથી લઈને ચટણી સુધીને ઘણી બધી વસ્તુઓમાં ઉમેરી શકો છો. તેનાથી જે તે વસ્તુનો સ્વાદ બમણો થઈ જાય છે. ચાલો તમને જણાવીએ કે તમે તેને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરી શકો છો.   

2/5
image

ફુદીનાને સારી રીતે સાફ કર્યા પછી તેને સ્વચ્છ કાગળમાં લપેટીને ચોખ્ખી જગ્યાએ મુકવો જોઈએ. તમારે તેને એવી રીતે લપેટવું પડશે કે તેમાં કોઈ હવા પ્રવેશી ન શકે નહીં તો તે નકામું થઈ જશે. આમ કરવાથી તમારો ફુદીનો સંપૂર્ણપણે લીલો અને તાજો રહેશે.

3/5
image

તમારે ફુદીનાને હંમેશા પ્લાસ્ટિકના પેકેટમાં રાખવા જોઈએ. જેથી તેને બિલકુલ હવા લાગશે નહીં. જેથી તેને લાંબા સમય સુધી સાચવીને રાખી શકાય છે. આમ કરવાથી ફુદીનો સુકાતો નથી.

4/5
image

ફુદીનાના પાંદડાને હંમેશા ભીના સુતરાઉ કપડાથી ઢાંકીને રાખવા જોઈએ. આમ કરવાથી તમારો ફુદીનો લાંબા સમય સુધી સુકાતો નથી અને હંમેશા તેના પત્તા રહે છે તાજા.

5/5
image

તમારે પાંદડાને તડકામાં બિલકુલ ન રાખવા જોઈએ, આમ કરવાથી ફુદીનો બગડી જશે. તેમાંથી ફુદીનાની સુગંધ પણ દૂર થશે. તેથી તમારે તેને હંમેશા ઠંડી જગ્યાએ રાખવું જોઈએ. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)