આગામી 72 કલાક ખુબ જ ભારે! આ વિસ્તારોમાં તબાહી લાવશે મેઘો, અંબાલાલની સૌથી ડરામણી આગાહી
Ambalal Patel Prediction: રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહીનો સમય આવી ગયો છે. આજે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. બે દિવસ બાદ ફરી અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી એક આગાહી સામે આવી ગઈ છે. રાજ્યમાં હાલમાં 1થી 3 ઈંચ વરસાદની શક્યતા રહેલી છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
રાજકોટ, ચોટીલા, થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું છે કે નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેલી છે. ખેડૂતોને વહેણ વોંકળા કાંસ પાણી જવાના માર્ગો પર જળ ભરાશે. ખેડૂતોએ પાણીના નિકાલ કરવા પ્રયત્નો કરવા ઈષ્ટ રહેશે. ટૂંકી મુદ્દતના પાકો અર્ધ ચોમાસુ પાકોનું વાવેતર થઈ શકશે. 10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે વરસાદ આવશે. 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.
અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. ત્યારે આગામી 24થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરતું 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યમાં હાલમાં ૧ થી ૩ ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. રાજ્યમાં ૨૮ ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના સુરત, આહવા, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે. જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે. કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
આ ઉપરાંત રાજકોટ, ચોટીલા, થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે. સુરેન્દ્રનગરમાં હળવદ અને ધ્રાંગધ્રામાં વરસાદ આવી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.
અંબાલાલ પટેલે કહ્યું કે, ભારે વરસાદથી ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે. ખેડૂતોને વહેણ વોંકળા કાંસ પાણી જવાના માર્ગો પર જળ ભરાશે. ખેડૂતોએ પાણીના નિકાલ કરવા પ્રયત્નો કરવા ઈષ્ટ રહેશે. ટૂંકી મુદ્દતના પાકો અર્ધ ચોમાસું પાકોનું વાવેતર થઈ શકશે. ૧૦ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગર માં પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ બંધાયો છે. ૨૩ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે. ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.
હવામાન વિભાગની આગાહીના અનુસંધાને તારીખ 23 થી 29 સુઘી ભારે થી અતિ ભારે વરસાદને લઈ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ મહીસાગર જિલ્લા વહીવટી તંત્રને સાત દિવસ તકેદારી રાખવા અધિક કલેક્ટર દ્વારા સૂચના અપાઈ. જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને મુખ્ય મથક ન છોડવા સૂચના અપાઈ છે. તમામ કંટ્રોલરૂમ કાર્યરત રહે તેને લઈને પણ તકેદારી રાખવા માટે સૂચના અપાઈ. કોઈપણ વિસ્તારમાં ભારેથી અધિકારી વરસાદ હોય તો કંટ્રોલરૂમ નંબર 02674 25230 0/301 ઉપર જાણ કરવા અપીલ કરી. મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ અને વરસાદની આગાહીને લઈને અધિક જિલ્લા કલેકટર દ્વારા સંબંધિત અધિકારીઓને જાણ કરાઈ.
અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી વરસાદ નોંધાયો છે. જુદા જુદા વિસ્તારોમાં સતત હળવો મધ્યમ વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા સામાન્ય કરતા વધુ જોવા મળ્યો. પશ્ચિમ તરફના ગોતા, ચાંદલોડિયા, જગતપુર, વૈષ્ણોદેવી, સોલા, સાયન્સ સીટી સહિતના વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી. તો ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો.
સવારે 6 થી 11 દરમ્યાન શહેરમાં શરેરાશ 34.22 મિમિ એટલે કે દોઢ ઇંચ વરસાદ નોંધાયો. 10 થી 11 કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો. ગોતા ચાંદલોડિયા સાયન્સસીટી બોડકદેવ જોધપુર સરખેજ સહિતના વિસ્તારમાં 1 કલાકમાં એકથી દોઢ ઇંચ સુધી વરસાદ નોંધાયો. કેટલાય વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા, તો વાહનચાલકો પરેશાન થયા. વાસણા બેરેજના 3 ગેટ ખોલી 2800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું.
Trending Photos