Space News: શું ચંદ્ર અને પૃથ્વી વચ્ચે થઈ શકે છે ટક્કર? વૈજ્ઞાનિકોએ જણાવી ચોંકાવનારી વાત

નવી દિલ્હી: શું ચંદ્રને તેની જગ્યાએથી હટાવી શકાય? જો ચંદ્ર તેની જગ્યાએથી ખસી જાય, પૃથ્વીની નજીક આવે અથવા તેનાથી દૂર જાય તો તેની શું અસર થશે? ચાલો જાણીએ. ચંદ્ર ખડકાળ છે અને તેની આસપાસ ખૂબ જ પાતળા વાયુઓ (એક્સોસ્ફિયર)ના સ્તરો છે. પૃથ્વી સાથે ચંદ્રની પણ રચના થઈ. 

1/5
image

આખી દુનિયા આ વાતનો સ્વીકાર કરે છે. નાસાએ જણાવ્યું છે કે જ્યારે પૃથ્વીનો જન્મ થઈ રહ્યો હતો ત્યારે થિયા નામનો પ્રોટોપ્લેનેટ તેની સાથે અથડાયો હતો, ત્યારબાદ ચંદ્ર અલગ થઈ ગયો હતો અને પૃથ્વીની નજીક પોતાની જગ્યા બનાવી લીધી.

2/5
image

અન્ય એક સિદ્ધાંત મુજબ, પૃથ્વી અને ચંદ્રની રચના અન્ય બે અવકાશી પદાર્થોના અથડામણથી થઈ હતી. બંને પદાર્થો અથડાતા મંગળ ગ્રહ કરતા આકારમાં પાંચ ગણા મોટા થઈ ગયા. આ વાતનો સ્વીકાર અમેરિકી સ્પેસ એજન્સી નાસા પણ કરે છે. ચંદ્ર પૃથ્વીથી લગભગ 3.85 લાખ કિલોમીટરના અંતરે સ્થિત છે.ચંદ્ર પૃથ્વીના કદના ચોથા ભાગનો છે. ચંદ્રની સપાટી પર ચારે બાજુ ખાડાઓ છે. જેની રચના એસ્ટરોઈડ અને ઉલ્કાઓની અથડામણ પછી ચંદ્ર પર થઈ હતી. આમાંના મોટાભાગના ખાડાઓ લાખો વર્ષો પહેલા રચાયા હતા. જોકે, પૃથ્વી અને ચંદ્ર પર એસ્ટરોઇડ અને ઉલ્કાઓ વચ્ચે અથડામણ થવાની સંભાવના દુર્લભ છે.

3/5
image

કેલિફોર્નિયામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીમાં સેન્ટર ફોર નીયર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ (CNEOS) પૃથ્વી અને તેની આસપાસના એસ્ટરોઇડ અને ધૂમકેતુઓનું નિરીક્ષણ કરે છે. આ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે છે કે કયો લઘુગ્રહ કે ધૂમકેતુ પૃથ્વી માટે ખતરનાક છે. આ સંસ્થાએ પૃથ્વીની 19.45 કરોડ કિમીની રેન્જમાં ફરતા 28 હજાર નિયર અર્થ ઓબ્જેક્ટ શોધી કાઢ્યા છે. આ સંસ્થાના મેનેજર પોલ ચોડાસ કહે છે કે પૃથ્વીની નજીકની વસ્તુઓની ટક્કર થશે કે નહીં તેનો અંદાજ લગાવી શકાય છે. વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે ચંદ્ર અને પૃથ્વી ક્યારેય ટકરાશે નહીં.

4/5
image

પૉલે પૃથ્વી અને ચંદ્રની ટક્કર ન થવાનું કારણ પણ આપ્યું છે. તેઓ કહે છે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ઘણું વધારે છે, તેથી પૃથ્વી અને ચંદ્ર વચ્ચે અથડામણ નહીં થઈ શકે. ગુરુત્વાકર્ષણ બળ પણ અમુક સમયે દબાણ કરી શકે છે. પરંતુ ખેંચાઈ શકતો નથી. તેમણે કહ્યું કે જો માત્ર ખેંચવાની શક્તિ હોત તો ચંદ્ર પૃથ્વી સાથે ઘણા સમય પહેલા અથડાઈ ગયો હોત. તેમણે કહ્યું કે જો ચંદ્રના કદના લઘુગ્રહ ચંદ્ર સાથે અથડાશે તો જ તે પોતાની જગ્યાએથી ખસી શકશે.

5/5
image

તેમણે કહ્યું છે કે ચંદ્રને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો અને તેને પૃથ્વી તરફ લાવવો ખૂબ જ મુશ્કેલ છે. તે જ ગતિએ આવતા લઘુગ્રહની ટક્કર બાદ જ આવું થઈ શકે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આવી ખતરનાક ટક્કર બાદ ચંદ્રના ટુકડા થઈ જશે. તેમ છતા પણ એવુ ન કહી શકાય કે,  ચંદ્ર અને ધરતી વચ્ચે ટક્કર થશે. તેનો કેટલોક ભાગ પૃથ્વી તરફ આવી શકે છે. પરંતુ કેટલાક હજારો વર્ષો સુધી તો નહીં જ.