યુવતીઓએ નખ પર બનાવ્યું ઝાડું, કમળ અને પંજો... રાજકોટમાં નેલ આર્ટથી ચૂંટણી પ્રચાર

ચૂંટણી પ્રચારમાં ચૂંટણી સામગ્રી બહુ જ મહત્વની હોય છે. જે લોકો સુધી પહોંચતી હોય છે. આ માટે રાજકીય પક્ષો દર ચૂંટણીમાં પ્રચારમાં નવા નવા ફંડા અપનાવતા હોય છે. તો કેટલાક ઉમેદવાર નોખી સ્ટાઈલમાં પ્રચાર કરે છે. આવામાં રંગીલા રાજકોટમાં ચૂંટણીનો ફેશનેબલ પ્રચાર જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકોટ શહેરમાં અનોખી રીતે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. શહેરમાં નેલ આર્ટ (nail art) ના માધ્યમથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. 

ઉદય રંજન/રાજકોટ :ચૂંટણી પ્રચારમાં ચૂંટણી સામગ્રી બહુ જ મહત્વની હોય છે. જે લોકો સુધી પહોંચતી હોય છે. આ માટે રાજકીય પક્ષો દર ચૂંટણીમાં પ્રચારમાં નવા નવા ફંડા અપનાવતા હોય છે. તો કેટલાક ઉમેદવાર નોખી સ્ટાઈલમાં પ્રચાર કરે છે. આવામાં રંગીલા રાજકોટમાં ચૂંટણીનો ફેશનેબલ પ્રચાર જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકોટ શહેરમાં અનોખી રીતે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. શહેરમાં નેલ આર્ટ (nail art) ના માધ્યમથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. 

1/4
image

યુવતીઓ રાજકીય પક્ષના સિમ્બોલ નેઈલ આર્ટ (nail art) માં બનાવી રહી છે. આ નેલ આર્ટને સોશિયલ મીડિયામાં પ્રચારમાં કારગત નીવડી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ અને આપ પાર્ટીના અલગ અલગ સિમ્બોલની નેલ કરીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે.   

2/4
image

ભાજપ (gujarat bjp) ના પ્રચાર માટે 'ભાજપ અડીખમ' અને 'કમળ' ના સિમ્બોલથી નેલ આર્ટ કરાયું છે. 

3/4
image

કોંગ્રેસ (gujarat congress) ના પ્રચાર માટે યુવતીઓએ 'એક મોકો કોંગ્રેસને' અને પંજાના સિમ્બોલનું નેલ આર્ટ કરાવ્યું છે. 

4/4
image

આમ આદમી પાર્ટી (AAP) ના પ્રચાર માટે ઝાડુના સિમ્બોલનો ઉપયોગ કરાયો છે.