'પુષ્પા' જ નહીં આ પણ છે અલ્લૂ અર્જુનની ધમાકેદાર ફિલ્મો..એકવાર જરૂર જોઈ લેજો

નવી દિલ્લીઃ અલ્લૂ અર્જુન ટૉલીવુડ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર છે. જેમની એક્ટિંગ અને સ્ટાઈલની લાખો છોકરીઓ દિવાની છે. આજે તેમનો 38મો જન્મદિવસ છે. આ મોકા પર અમે તમને અલ્લૂ અર્જુનની એ શાનદાર ફિલ્મો વિશે જણાવીશું જેનાથી તેને ખૂબ ઓળખ મળી.

રેસ ગુર્રમ-

1/5
image

અલ્લૂ અર્જુનની ફિલ્મ રેસ ગુર્રમ એક એક્શન કોમેડી ફિલ્મ છે, જે એક સામાન્ય છોકરાની કહાની છે, જેના જીવનમાં અચાનક ફેરફાર થાય છે જ્યારે તે અપરાધી શિવા રેડ્ડીની તેના જીવનમાં એન્ટ્રી થાય છે. આ ફિલ્મને દર્શકો યૂટ્યૂબ પર જોઈ શકે છે.

સરાયનાડૂ-

2/5
image

વર્ષ 2016માં આવેલી આ ફિલ્મમાં અલ્લૂ અર્જુને એક ભૂતપૂર્વ સૈનિકની ભૂમિકા ભજવી હતી જે અન્યાય કરનારને સજા આપે છે. ફિલ્મમાં એભિનેતાનો એક્શનની સાથે કોમેડી અને રોમેન્ટિક અવતાર લોકોને પસંદ આવ્યો હતો. આ ફિલ્મે દુનિયાભરમાં 127 કરડોનું કલેક્શન કર્યું હતું. ફિલ્મને લોકો જિયો સિનેમા પર ડોઈ શકે છે.

અલા વૈકુંઠપુરમલો-

3/5
image

વર્ષ 2020માં આવેલી અલ્લૂ અર્જુનની આ ફિલ્મ સુપરહિટ છે. આ ફિલ્મમાં અલ્લૂ અર્જુન સાથે બોલીવુડ અભિનેત્રી પૂજા હેગડે પણ હતી. ફિલ્મમાં અલ્લૂ બંદૂ નામના એક શખ્સની ભૂમિકામાં છે, જે પોતાના પિતાને શોધવા નિકળ્યા છે અને બાદમાં પોતાના પરિવારને પરેશાન કરતા લોકોથી પણ બચાવે છે.

ડીજે-

4/5
image

અલ્લૂની આ ફિલ્મ 2017માં આવી હતી. ફિલ્મની આ કહાની એવા શખ્સની છે જે લગ્ન-સમારંભમાં ભોજન બનાવવાનું કામ કરે છે. પરંતુ પોતાના ગુસ્સાવાળા અંદાજથી અપરાધીઓને સજા પણ આપે છે. ખાસ વાત એ છે કે, આ મુકામ સુધી પહોંચવા માટે તે પોતાના ઘરના લોકોથી છુપાઈને કામ કરે છે.

પુષ્પાઃ ધ રાઈઝ-

5/5
image

આ ફિલ્મ અલ્લૂ અર્જુનની બ્લોક બસ્ટર ફિલ્મ રહી છે. જેમાં અલ્લૂની એક્ટિંગે સૌ કોઈનું દિલ જીતી લીધું. ફિલ્મમાં અલ્લૂ અર્જુનના કિરદાર અત્યાર સુધીના તમામ કિરદારથી અલગ હતો. મજૂરથી લઈને ચંદનની તસ્કરીને બાદશાહ બનવા સુધીની અલ્લૂ અર્જુનની સફર સૌ કોઈને પસંદ આવી હતી. ફિલ્મમાં એક્ટરનો રફ એન્ડ ટફ રોલ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.